આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે નેત્રંગ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જનસભામાં અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને અને તેમના પત્ની શકુંતલાબેનને ખોટા કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યા છે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, તથા યુવરાજ સિંહ જાડેતા સહિતના અગ્રણી નેતાઓએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી.
આમ આદમી પાર્ટી તરફથી @Chaitar_Vasava ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ????????
- @ArvindKejriwal #ReleaseChaitarVasava pic.twitter.com/AMf1LuDyI0
— AAP Gujarat (@AAPGujarat) January 7, 2024
શું કહ્યું કેજરીવાલે?
આમ આદમી પાર્ટી તરફથી @Chaitar_Vasava ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ????????
- @ArvindKejriwal #ReleaseChaitarVasava pic.twitter.com/AMf1LuDyI0
વિશાળ જનસભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, હું ચૈતરભાઈ વસાવાને મળવા માટે ગુજરાત આવ્યો છું અને આવતીકાલે તેમને મળવા માટે રાજપીપળા જેલમાં જઈ રહ્યો છું. ચૈતરભાઈ વસાવા મારા નાના ભાઈ જેવો છે. મને આજે એ વાતનું સૌથી વધુ દુઃખ લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવાના પત્ની પણ જેલમાં છે. આ લોકોએ સમાજની વહુને પણ જેલમાં મોકલ્યા છે અને આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. શું આદિવાસી સમાજ આ અપમાનનો બદલો લેશે કે નહીં? જુના જમાનામાં ડાકુ આવતા પરંતુ તેઓ ક્યારેય પણ ગામની બહેન દીકરીઓને હાથ નહોતા લગાડતા. પરંતુ આ ભાજપના લોકો ડાકુઓ કરતા પણ બદતર છે. હું આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા માંગુ છું કે, આવનારી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે. અમે ચૈતરભાઈ અને તેમના પત્ની માટે મોટા મોટા વકીલ રાખ્યા છે અને 20 તારીખના રોજ શકુંતલાબેનની બેલની અરજી સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ઝડપથી ચૈતરભાઈને પણ બહાર નીકળવામાં આવશે. પરંતુ જો તેમને ષડયંત્ર કરીને જેલમાં જ રાખવામાં આવ્યા, તો તમામ લોકોની એ જવાબદારી છે કે ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવામાં આવે. આદિવાસી સમાજના લોકોએ આ ચૂંટણી લડવી પડશે અને ચૈતરભાઈનો ફોટો લઈને ઘરે ઘરે જવું પડશે. આ ચૂંટણી તમે ચૈતરભાઇ માટે નથી લડવા જઈ રહ્યા, પરંતુ તમારે તમારા માટે અને આદિવાસી સમાજના ભવિષ્ય માટે આ ચૂંટણી લડવાની છે. ચૈતર ભાઈ વસાવાને દિલ્હીની સંસદમાં મોકલવાના છે.
ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે જેલમાં ગયા-ભગવંત માન
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ગુજરાત પધારેલા આમ આદમી પાર્ટીના અને પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે એક એવા વ્યક્તિના સમર્થન આવ્યા છીએ જેઓ આદિવાસી સમાજ માટે લડાઈ લડતા લડતા જેલમાં ગયા છે અને જેલમાંથી પણ એક ચિઠ્ઠી મોકલીને તેમણે સાબિત કર્યું છે કે તેમનો હોંસલો બુલંદ છે. ત્રણ "જ" આદિવાસી સમાજના છે, જળ જંગલ અને જમીન. અને એક આદિવાસી ખેડૂતની જમીન છીનવા માટે જ્યારે કેટલાક લોકો આવ્યા ત્યારે ચૈતરભાઈ તે ખેડૂતના સમર્થનમાં ઊભા થઈ ગયા હતા. એટલા માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. આજે ચૈતરભાઈના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. હું તમામ લોકોને કહેવા માગું છું કે બસ થોડા સમયમાં જ ચૈતરભાઇ વસાવા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થશે.