અરવિંદ કેજરીવાલ એક બાદ એક વિપક્ષના નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે. ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો ગરમાયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે દેશવ્યાપી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે સાથે અરવિંદ કેજરીવાલે કરી બેઠક!
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અનેક દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી કેન્દ્રના વટહુકમનો વિરોધ કરી રહ્યા છે.દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો ગરમાયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે દેશવ્યાપી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. ગઈકાલે કેજરીવાલે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી ત્યારે આજે ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી હતી. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. ઉદ્ધવ ઠાકરેના ઘરે અરવિંદ કેજરીવાલે બેઠક કરી હતી. બેઠક દરમિયાન સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે ગુરૂવારે શરદ પવાર સાથે પણ મુલાકાત કરવાના છે.
કેન્દ્ર સરકાર પર ઉદ્ધવ ઠાકરેના પ્રહાર!
બેઠક બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમે કહ્યું કે આપણે બધા દેશ અને લોકશાહીને બચાવવા માટે સાથે આવ્યા છીએ. મને લાગે છે કે આપણે વિરોધી પક્ષો ન કહેવા જોઈએ હકીકતમાં તેઓ (કેન્દ્ર)ને વિરોધી કહેવા જોઈએ. કારણ કે તેઓ લોકશાહી અને બંધારણની વિરૂદ્ધ છે. અરવિંદ કેજરીવાલને ઉદ્ધવ ઠાકરેનું સમર્થન મળ્યું છે. આની પહેલા મમતા બેનર્જીએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
(મમતા બેનર્જી સાથે અરવિંદ કેજરીવાલની બેઠક)
મમતાએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
AAP નેતાઓ સાથેની મમતા બેનર્જીની મુલાકાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, કોંગ્રેસ આ સમગ્ર વિવાદથી દૂર રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર 'નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી'ની રચના માટે એક વટહુકમ લાવી છે. આ વટહુકમને કાયદેસર બનાવવા માટે છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવું જરૂરી છે. જો કે, જો તેને છ મહિનામાં સંસદ દ્વારા પસાર કરવામાં નહીં આવે, તો આ વટહુકમ આપોઆપ સમાપ્ત થઈ જશે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કેજરીવાલ સરકારના કેસમાં દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જેમાં ચૂંટાયેલી સરકારને અધિકારીઓની બદલી-પોસ્ટિંગનો અધિકાર આપવામાં આવ્યો હતો.
(નીતિશ કુમાર સાથે અરવિંદ કેજરીવાલની બેઠક)
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુુન ખડગે સાથે કરી હતી બેઠક!
મહત્વનું છે કે મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરતા પહેલા અરવિંદ કેજરીવાલે 21 મેના રોજ નીતિશ કુમાર સાથે બેઠક કરી હતી. નીતિશ કુમારે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું. તે બાદ કેજરીવાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. કોંગ્રેસે પણ આ મુદ્દે કેજરીવાલના સમર્થનમાં હોવાની વાત કરી હતી.