Election પહેલા Arvind Kejriwalની ધરપકડ BJPને નુકસાન કરાવશે? ધરપકડ બાદ વિપક્ષી નેતાઓએ આપી પ્રતિક્રિયા, Rahul Gandhi કેજરીવાલના પરિવારને મળશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-22 11:46:59

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના સમર્થનમાં કોંગ્રેસ પણ આવ્યું છે. ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે ના માત્ર આપના નેતાઓ ત્યાં હાજર હતા પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર હતા. એવી માહિતી પણ સામે આવી છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કેજરીવાલના પરિવારને મળવા જવાના છે. 

ઈન્ડિયા ગઠબંધનની દેખાઈ એકતા!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે ઈડી દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પરંતુ તે હાજર થયા ન હતા. ત્યારે ગઈકાલે ઈડી તેમના ઘરે પહોંચી હતી, તપાસ કરી, 2 કલાક સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓમાં તો રોષ જોવા  મળી રહ્યો છે પરંતુ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થયેલી બીજી પાર્ટીઓ દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે પ્રતિક્રિયા આપી હતી. અખિલેશ યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. 

રાહુલ ગાંધી આજે કરી શકે છે કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત 

વિપક્ષી પાર્ટી દ્વારા અનેક વખત ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રિઝ થવા બાબતે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ મામલો શાંત નથી થયો તે પહેલા તો ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી ગઈ. જ્યારે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી તે વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ તો હાજર હતા પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા. રાહુલ ગાંધી આજે અરવિંદ કેજરીવાલના પરિવારને મળવા જવાના છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?