સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, પોલીસે મામલો થાળે પાડ્યો


  • Published By :
  • Published Date : 2022-11-28 19:41:16


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચેની તકરાર હિંસક બની રહી છે. જેમ કે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ રોડ શો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જ્યારે આ પથ્થરમારો શરૂ થયો, ત્યારે અરવિંદ કેજરીવાલ તેમની કારની અંદર ગયા અને જ્યારે તેમની સુરક્ષા ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી ત્યાર બાદ કાફલો આગળ વધ્યો હતો.


કેજરીવાલની રેલીમાં પથ્થરમારો


સુરતના વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાના રોડ શોમાં અરવિંદ કેજરીવાલ જોડાયા હતા. સુરતના મગનનગર-2માં યોજાયેલા જબરદસ્ત રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોમાં રોડ-શોને લઈને ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ રોડ શોમાં થયેલી બબાલને કારણે કાર્યકરો રોષે ભરાયા હતા. કતારગામમાં રોડ-શો દરમિયાન એક ગલીમાંથી કેજરીવાલના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજો અને AAP સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસ અને સુરક્ષા જવાનોએ સ્થિતિ કાબુમાં લીધી હતી. 


અગાઉ પણ થઈ હતી બબાલ


ચૂંટણી ટાણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સુરતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. થોડા દિવસ પહેલા જ સુરતના કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે  જનસભા યોજાઇ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પથ્થરમાંરો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખમાં ગંભીર ઇજા થવા પામી હતી. બાળકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અંતે પોલીસ આવતા પરિસ્થિતી કાબુમાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?