ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તે સમયે CBI દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપ લગાવ્યા છે.
ગુજરાતનો દરેક વ્યક્તિ 'આપ'નો પ્રચાર કરશે - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મનીષના ઘરમાંથી કંઈ ન મળ્યું, બેંક લોકરમાંથી પણ કંઈ મળ્યું નથી. જૂઠો કેસ કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે. પ્રચાર માટે તેઓ ગુજરાત આવવાના હતા. પણ તેમને રોકી દેવામાં આવ્યા. પરંતુ ચૂંટણી પ્રચાર નહીં રોકાઈ જાય. ગુજરાતનો દરેક વ્યક્તિ આપનો પ્રચાર કરશે.
આપનો પ્રચાર કરવા સિસોદિયા આવ્યા છે ગુજરાતના પ્રવાસે
આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂનાવ મેદાનમાં ઉતરી છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ આની પહેલા અનેક વખત ગુજરાતમાં આવી, આપનો પ્રચાર કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે આપ ભાજપ પર જે આરોપ લગાવી છે તે સાચા છે?