વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. આજથી આપના નેતા અરવિંદ કેજરીવાલે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે વડોદરામાં કેજરીવાલનો વિરોધ થયો અને રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’લખવામાં આવ્યું છે.
વડોદરાના માર્ગો‘કેજરીવાલ ગો બેક’ લખાયું
અરવિંદ કેજરીવાલના આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. વડોદરા શહેરમાં કેજરીવાલની તિરંગા યાત્રા યોજાઈ હતી. જો કે કેજરીવાલની યાત્રાના માર્ગ પર ‘કેજરીવાલ ગો બેક’ અને ” હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ” લખી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
AAP સામે પોસ્ટર વોર શરૂ
ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન વિકાસની વાતો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. રાજ્યમાં ધર્મઆધારીત રાજનિતી શરૂ થઈ ગઈ છે. હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવા માટે કેજરીવાલની મુસ્લીમ ટોપી પહેરોલા પોલ્ટર ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. લોકો પણ રોડ,રસ્તા, આરોગ્ય,શિક્ષણ અને મોંઘવારી જેવી સમસ્યાઓ ભૂલીને મતદાન કરે છે આ બાબત સારી રીતે જાણતો રાજકીય પક્ષ હવે ધર્મને મુદ્દો બનાવી રહ્યા છે. આજ સવારથી જ ગુજરાતમાં પોસ્ટર યુદ્ધ શરૂ ચૂક્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજ સવારથી જ લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા કેજરીવાલ હિન્દુ વિરોધી છે તે સિધ્ધ કરવાનું છે.