દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમે આપ્યો ઝટકો, મોદી ડિગ્રી કેસમાં રાહત આપવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-08-25 17:25:22

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી ડિગ્રી કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેજરીવાલની ટ્રાયલ પર સ્ટે મૂકવાની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે હાઇકોર્ટ 29 ઓગસ્ટની સૂચિબદ્ધ તારીખે આ મામલે નિર્ણય કરશે. કોર્ટે કહ્યું કે 29 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણીની તારીખ નક્કી કરી છે. આશા છે તે દિવસે સુનાવણી કરી કરવાની જરૂર નથી.


સુપ્રીમ કોર્ટે કહ્યું પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી રિવિઝન પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી અહીં સાંભળવાની જરૂર નથી. આ કેસમાં નીચલી કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ કેજરીવાલ વિરુદ્ધ તેમના નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.


બંને પક્ષોએ શું દલીલ કરી?


સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, સમન્સ ઓર્ડર ખોટી રીતે જારી કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તુષાર મહેતાએ કહ્યું કે કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી યોગ્ય નથી.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.