અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતની જગ્યાઓ જગ્યા પર સભાઓ યોજી હતી. અરવિંદ કેજરીવાલે સુરતના સીમાડા નાકાના 'આપ કા રાજા' ગણપતિ પંડાલ ખાતે ગણપતિ બાપ્પાની મહાઆરતીમાં ભાગ લીધો હતો.
અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે પોરબંદર ખાતે આગમન થયું હતું. દ્વારકાથી અરવિંદ કેજરીવાલે દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. દ્વારકામાં અરવિંદ કેજરીવાલે સભા સંબોધી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન અનેક વાયદાઓ પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ગઈકાલે ખેડૂતો માટે લોન માફી અને ટેકાના ભાવ મામલે 6 ગેરંટી આપી હતી.
આજે અરવિંદ કેજરીવાલે રાજકોટના નીલ સિટી સેન્ટ્રલ રિસોર્ટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરી અરવિંદ કેજરીવાલે વીજળીના કાર્ડનું વિતરણ કર્યું હતું. રાજકોટથી સુરેન્દ્રનગર જઈ અરવિંદ કેજરીવાલે સરપંચો સાથે ટાઉનહોલ મીટિંગ કરી હતી.
ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે."