આવતી કાલથી અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 19:15:03


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ જોરસોર થી તૈયારીયો કરી રહ્યા છે.જેને લઇને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત પ્રવાસે આવી છે. ત્યારે ફરી એક વાર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના છે. ચૂંટણીની જાહેરાત પહેલા અરવિંદ કેજરીવાલ વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા માગે છે. જેના પગલે 16 અને 17 ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસ દરમિયાન 3 સભા સંબોધશે.


હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ  હવે ક્યારે પણ જાહેર થઈ શકે છે અને ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઇ શકે છે. ત્યારે દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા રાજકીય પક્ષો વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17 ઓક્ટોબરના બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે. તેઓ બે દિવસમાં ચાર જનસભાને સંબોધન કરશે. અરવિંદ કેજરીવાલ ભાવનગર , ઊંઝા અને ડીસામાં જાહેરસભા સંબોધશે.


 ગુજરાત  પ્રવાસના કાર્યક્રમો 

રવિવારે 12 વાગ્યે ભાવનગર પધારશે જનસભાને સંબોધન કરશે

સોમવારે ઊંઝા માં એક જાહેરસભાને સંબોધન કરશે

2 વાગ્યે ડીસામાં જાહેરસભાને સંબોધન કરશે




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.