શું કહ્યું અરવિંદ કેજરીવાલએ ગાંધીધામમાં ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન આજે કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે અરવિંદએ ગાંધીધામમાં જાહેર સભા સંબોધી ત્યારે તેમણે કહ્યું 'મને આપ સૌના આશીર્વાદ મળ્યા છે એટલે ગુજરાતમાં હવે પરિવર્તન આવીને જ રહેશે. હું અહીંથી એલાન કરું છું કે, ડિસેમ્બરમાં સરકાર બનશે, 1 માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે. 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને 1000 રૂ. આપીશું.'
કઈ ગેરંટીની વાત કરી ?
ફરી એક વાર અરવિંદ કેજરીવાલએ એલાન કર્યું કે 'કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલવામાં આવશે. તમારા છોકરાઓને સારું શિક્ષણ આપીશું, તમારા બાળકો મોટા થઇને તમારી ગરીબી દૂર કરશે, તમારું નામ રોશન કરશે. ઉપરાંત કહ્યું 'દિલ્હીમાં અમે સરકારી હોસ્પિટલોમાં સારવાર પણ મફત કરી દીધી છે. હું અહીંથી એલાન કરું છું કે કચ્છના દરેક જિલ્લાની અંદર એક મોટી સરકારી હોસ્પિટલ ખોલીશું. કોઇને પણ પ્રાઇવેટમાં જવાની જરૂર નહીં પડે. તમારી તમામ સારવારનો ખર્ચ અમે મફત કરી દઇશું.'
પંજાબમાં પણ વીજબિલ ઝીરો આવે છે : અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલએ વીજળી બિલને લઈ ને કહ્યું 'અમે દિલ્હીમાં તમામ વીજબીલ ઝીરો કરી દીધા છે. પંજાબમાં પણ તમામના વીજબિલ ઝીરો કરી દીધા. દિલ્હી અને પંજાબના તમામના જૂના બિલ પણ માફ કરી દીધા છે. આથી હવે દિલ્હી અને પંજાબમાં વીજબિલ ઝીરો આવે છે.'