CM કેજરીવાલને મળ્યું મમતાનું સમર્થન, રાજ્યસભામાં TMC કેન્દ્રના વટહુકમનો વિરોધ કરશે


  • Published By :
  • Published Date : 2023-05-23 19:47:12

દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો ગરમાયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે દેશવ્યાપી સમર્થન મેળવવાનું કરવાનું શરૂ કર્યું છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ મંગળવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. તેમની સાથે પંજાબના CM ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને મંત્રી આતિશી સિંહ પણ જોડાયા છે. AAP નેતાઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. 


મમતાએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર


AAP નેતાઓ સાથેની મમતા બેનર્જીની મુલાકાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, કોંગ્રેસ આ સમગ્ર વિવાદથી દૂર રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર 'નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી'ની રચના માટે એક વટહુકમ લાવી છે. આ વટહુકમને કાયદેસર બનાવવા માટે છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવું જરૂરી છે. જો કે, જો તેને છ મહિનામાં સંસદ દ્વારા પસાર કરવામાં નહીં આવે, તો આ વટહુકમ આપોઆપ સમાપ્ત થઈ જશે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કેજરીવાલ સરકારના કેસમાં દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જેમાં ચૂંટાયેલી સરકારને અધિકારીઓની બદલી-પોસ્ટિંગનો અધિકાર આપવામાં આવ્યો હતો.


'ઈગોની પણ એક હદ હોય છેઃ મમતા'


મમતા બેનર્જીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ અમે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સરકાર વિરુદ્ધ જે વટહુકમ લાવ્યો છે તેનો અમે વિરોધ કરીશું અને હું તમામ પક્ષોને આ અંગે એકસાથે આવવા વિનંતી કરું છું. અમે સાથે મળીને રાજ્યસભામાં ભાજપને હરાવી શકીએ છીએ. તેમણે કહ્યું, અહંકારની પણ એક મર્યાદા હોય છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે? અમને તે બાબતની હવે ચિંતા છે ક્યાક તે બંધારણ જ ન બદલી નાખે. દેશનું નામ બદલી નાખે. તેઓ દેશનું નામ પણ તેમની પાર્ટીના નામ પર રાખી દેશે. આવું ન ચાલી શકે. આજે પણ જો આપણે આ બાબત નહીં સમજીએ તો દુનિયાના લોકો આપણને માફ નહીં કરે.


'દેશને માત્ર સુપ્રીમ કોર્ટ જ બચાવી શકે છે'


મમતાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને માત્ર SC જ આ દેશને બચાવી શકે છે. SCના નિર્ણય છતાં કેન્દ્ર આ વટહુકમ લાવી છે. હું તમામ પક્ષોને અપીલ કરવા માંગુ છું કે લોકસભા પહેલા ભાજપને હરાવવા માટે એક થાય. આ એક મોટી તક છે. અમારી પાર્ટી રાજ્યસભામાં વટહુકમનો વિરોધ કરશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..