સેશન્સ કોર્ટમાં હાજર ન થવું પડે તે માટે Arvind Kejriwalએ ખખડાવ્યા Gujarat Highcourtના દ્વાર! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-10 12:51:43

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સેશન્સ કોર્ટે સમન્સના હુકુમ સામેની રિવીઝન અરજી ફગાવી દેવામાં આવી છે. અરજી ફગાવવામાં આવતા બંને નેતાઓએ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચવાના છે. 


બંને નેતાઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી મામલે વિવાદ સર્જાયો હતો તેના પર અધ્યતન માહિતી સામે આવી છે. ગુજરાત વિશ્વવિદ્યાલયે અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે બદનક્ષીભર્યા નિવેદનો બદલ ફરિયાદ કરી હતી. જેના પર બંને નેતાઓએ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થવાથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બંને નેતાએ મેટ્રોપોલિટન કોર્ટે બહાર પાડેલા સમન્સને પડકારતી રિવિઝન અરજી દાખલ કરી હતી. જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી તો હવે બંને નેતા ગુજરાત હાઈકોર્ટ અદાલત પહોંચ્યા છે. આ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે. 


ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવે કરી હતી બદનક્ષીની ફરિયાદ   

આ કેસ મામલે વિગતવાર વાત કરીએ તો ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડોક્ટર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. તો મેટ્રો કોર્ટે બંને નેતાઓ સામે સમન્સ જાહેર કર્યા હતા. જે કે બંને નેતા ત્રણેક મહિનાથી કોર્ટમાં હાજર નહોતા થતા. જો કે અરવિંદ કેજરીવાલના વકીલે 13 જુલાઈના દિવસે દિલ્લીમાં પુરની પરિસ્થિતિ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ નહીં આવી શકે તેવી વાત રાખી હતી. આવું કહીને અરવિંદ કેજરીવાલના વકીલે 26 જુલાઈ સુધી અદાલત પહોંચવા માટે રાહત માગી હતી. દર વખતે એવું થતું હતું કે અરવિંદ કેજરીવાલના વકીલ મુક્તિ અરજી માગી લેતા હતા અને તેના કારણે બદનક્ષીની ફરિયાદ કરતા વકીલ જોરદાર વાંધો ઉઠાવતા હતા. 


આવતી કાલે આ મામલે હાથ ધરવામાં આવશે સુનાવણી

પછી બંને નેતાએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરીને મેટ્રોપોલીટન કોર્ટના હુકમને પડકાર્યો હતો. પછી કંટાળીને મેટ્રોપોલીટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી કે કોર્ટનો સમય બરબાદ કરવાનું બંધ કરો. આટલી રાહતો આપ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે હવે કોઈ રાહત નહીં મળે. તો આપણા ન્યાયતંત્રની ત્રુટીનો ફાયદો અથવા ન્યાય તંત્રની વ્યવસ્થાનો ઉપયોગ કરીને બંને કહો તો બંને ચાલે તેનો ઉપયોગ કરીને બંને નેતાએ ગુજરાતની વડી અલાદલમાં રિટ અરજી દાખલ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાતની વડી અદાલતમાં તાત્કાલીક સુનાવણીની માગ પણ કરી હતી. તો હવે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં બંને નેતાઓ સામેની ગુજરાત વિશ્વવિદ્યાલયની બદનક્ષી કેસની સુનાવણી મુકરર થશે. આ કેસમાં હવે શું થશે એ આવતીકાલે જોવાનું રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?