દિલ્હીની કેજરીવાલ સરકારે કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીની મોટાભાગની ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન 8 જાન્યુઆરી સુધી જ હતું અને સોમવારથી શાળાઓ ખુલવાની હતી. બીજી તરફ દિલ્હીની સરકારી શાળાઓમાં 1લીથી 15મી જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે, પરંતુ હવે ખાનગી શાળાઓ માટે પણ એડવાઈઝરી જારી કરીને 15મી જાન્યુઆરી સુધી શાળાઓને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
All private schools of Delhi are advised to remain closed till 15th January 2023 in wake of cold wave prevailing in Delhi: Directorate of Education, Government of Delhi pic.twitter.com/1Jd4qrkris
— ANI (@ANI) January 8, 2023
બોર્ડના વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ
All private schools of Delhi are advised to remain closed till 15th January 2023 in wake of cold wave prevailing in Delhi: Directorate of Education, Government of Delhi pic.twitter.com/1Jd4qrkris
— ANI (@ANI) January 8, 2023દિલ્હીની સરકારી શાળાઓમાં 9મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રેમેડિયલ વર્ગો ચાલી રહ્યા છે, જેથી બાળકોની બોર્ડ પરીક્ષાની તૈયારી અટકી ન જાય. અગાઉ, શિક્ષણ નિર્દેશાલયે દિલ્હીની તમામ શાળાઓ માટે 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. જો કે, ઘણી ખાનગી શાળાઓ સોમવારથી ખોલવાની તૈયારી કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી સ્કૂલોએ વાલીઓને તેમના બાળકોને વોટ્સએપ ગ્રુપ અને ઈમેલ દ્વારા સ્કૂલ મોકલવા માટે નોટિસ પણ મોકલી હતી.
આજે રેકોર્ડ બ્રેક ઠંડી
દિલ્હીમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના સફદરજંગમાં રવિવારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં દિવસનું તાપમાન પણ 15-17 ડિગ્રી હતું. ભારતીય હવામાનના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી દેશમાં તાપમાનમાં થોડો વધારો થશે.