ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી મેદાનમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આપના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ રાજ્યની મુલાકાતે આવ્યા છે. આજે અમદાવાદમાં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અરવિંદ કેજરીવાલે રાજ્યના લોકો માટે આજે ઢગલાબંધ જાહેરાતો કરી હતી.
हमारे युवाओं की ऊर्जा ही गुजरात की बेहतरी का आधार बनेगी। अहमदाबाद में आयोजित टाउनहॉल कार्यक्रम में युवाओं के साथ संवाद। LIVE https://t.co/POzq6Ko5pA
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 25, 2022
અરવિંદ કેજરીવાલના રાજ્ય સરકાર પર પ્રહારો અને જાહેરાતો
हमारे युवाओं की ऊर्जा ही गुजरात की बेहतरी का आधार बनेगी। अहमदाबाद में आयोजित टाउनहॉल कार्यक्रम में युवाओं के साथ संवाद। LIVE https://t.co/POzq6Ko5pA
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 25, 2022અરવિંદ કેજરીવાલે રાજ્યની ભાજપ સરકારને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યની વિવિધ સમસ્યાઓ જેવી કે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, મોંઘુ શિક્ષણ, પેપર લીક કૌંભાડ, સહિતના મુદ્દાઓ ઉઠાવી આ સમસ્યા માટે રાજ્યની ભાજપ સરકારને સીધી જવાબદાર ઠરાવી હતી.
1-ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.
2-ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. રાજ્યમાં અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.
3-ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે.
4-ગુજરાતમાં એટલા આંદોલન કે આખું ગુજરાત રોડ પર છે. હું આજે ભરતી કેલેન્ડર જાહેર કરું છુ સરકાર બન્યા બાદ તલાટી, ટેટ ની પરીક્ષાઓ યોજાશે. જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળશે. ઓક્ટોબર સુધી તમામ શિક્ષકોની ભરતી, 2023માં પોલીસ ભરતી, વેઇટિંગ લિસ્ટ દરેક પરીક્ષામાં જાહેર કરાશે જે 01 વર્ષ સુધી માન્ય રહેશે.
5-આમ આદમી પાર્ટીની સરકાર સરકારી ભરતીની પરીક્ષા આપવા માટે ગયેલા પરીક્ષાર્થીનું બસ ભાડું માફ હશે. આપની સરકાર બનશે કે તરત જ ભરતી ચાલુ કરાશે અને 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.
6-રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પારદર્શક ભરતી પ્રક્રિયા ચાલુ કરાશે અને 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.
7-ભાજપ સંકલ્પ પત્રના નામે લોકોને ઉલ્લુ બનાવે છે. તેઓ ગેરેન્ટી નથી આપતા આખા દેશમાં આમ આદમી પાર્ટી જ સરકાર એવી છે કે જે ગેરેન્ટી આપે છે. અમે ગેરેન્ટીથી કામ કરીશું. આ માત્ર વાતો નથી અમે દિલ્હી અને પંજાબમાં કરી દેખાડ્યું છે.
8-ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તમામ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને કાયમી કરીશું.
9- કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપીશું. જે ગ્રેડ પેની કર્મચારીઓની માંગ છે તે પણ પુર્ણ કરીશું. તમામ કર્મચારીઓને સંતોષપ્રદ કામ મળશે.
10-કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને સીધો જ પગાર તમારા ખાતામાં આપવામાં આવશે. કાયમી ન થાય ત્યાં સુધી સીધા જ ખાતામાં પૈસા આવશે. કોન્ટ્રાક્ટરોને તમારો પગાર નહીં અપાય.
કેજરીવાલની સભામાં કેવા નારા લાગ્યા?
અરવિંદ કેજરીવાલની સભામાં હાજર રહેલા લોકોએ ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. તેમણે જે કેટલાક સૂડક નારા લગાવ્યા હતાં જે તેમનો મિજાજ દર્શાવતા હતા. 'એક કટોરી દો સમોસા, ભાજપ તેરા ક્યા ભરોસા' અને આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી તેવા નારા લાગ્યા હતા.