ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને લઈ સમાચારો સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા કે ચૈતર વસાવા ભલે ગમે ત્યાં હશે પરંતુ લોકસભાની ચૂંટણી લડશે. તમામ કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ગુજરાત આવશે અને ડેડીયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે હતા હજારો સમર્થકો
લોકસભા ચૂંટણીને માત્ર હવે થોડા મહિનાનો સમય બાકી છે. 2024માં ગમે ત્યારે ચૂંટણીને લઈ એલાન થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એવી જાણકારી સામે આવી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. ચૂંટણીને લઈ તૈયારી કરવા માટે પણ ચૈતર વસાવાએ સંદેશ આપ્યો છે. વન કર્મીને માર મારવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. એક મહિનાથી વધારે સમય સુધી તેઓ ફરાર રહ્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેમણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આવી આત્મસમર્પણ કર્યું.
ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન
જ્યારે પોલીસ સ્ટેશને આત્મ સર્મપણ કરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા. ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનસમર્થન મળી રહ્યું છે ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે. ઉપરાંત ડેડીયાપાડામાં રેલીનું આયોજન પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.