ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ગુજરાતના સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. રાઘવ ચડ્ડાની નિયુક્તિ થયા બાદ રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે રાઘવ ચડ્ડાએ ગુજરાતમાં ચૂંટણીને લઈ પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ કરી ટ્વિટ
અરવિંદ કેજરીવાલની ટ્વિટને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાને લખ્યું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને સારી શિક્ષા મળે, મફતમાં સારુ સ્વાસ્થ મળે, પેપર લીક થયા વગર નોકરી મળે તે માટે જેલમાં જવું પડે તો ડરશો નહીં.
ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભ્રષ્ટ ભાજપને એટલો ડર લાગ્યો છે કે હવે બદલાની રાજનીતિ કરી રહ્યું છે.