ગુજરાતમાં વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતને ભાજપનો ગઠ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરની શરૂઆત ગુજરાતથી થઈ હતી જે માટે ગુજરાતની રાજનીતિ પર સૌ કોઈ નજર રાખી રહ્યા છે. આમ આદમી પાર્ટી પર પોતાનું ધ્યાન ગુજરાત ચૂંટણી પર આપી રહ્યું છે. જેને લઈ આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત અરવિંદ કેજરીવાલ 25 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
ફરી એક વખત અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલવા જમીન આસમાન એક કરવા તત્પર છે. ભાજપ પણ આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લઈ રહી છે. ભાજપના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે અવાર-નવાર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે સાથે યુવાનોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે આ વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા અરવિંદ કેજરીવાલ વધુ અનેકો જાહેરાત કરી છે.
જાહેરાતો કરી શકે છે અરવિંદ કેજરીવાલ
ગુજરાતની પ્રજાનું દિલ જીતવા અરવિંદ કેજરીવાલે અનેક વાયદા-વચનો આપ્યા છે. ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમજ 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે તેમજ બેરોજગારોને ભથ્થું આપવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વખત જાહેરાતો અરવિંદ કેજરીવાલ કરતા હોય છે ત્યારે આ વખતે નવી જાહેરાત શું કરે છે તેની પર બધા ધ્યાન રાખી રહ્યા છે.