AAP અને BJP વચ્ચે સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:03:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો તીવ્ર બન્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિવિધ મુદ્દે ટ્વિટરના માધ્યમથી એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. ટ્વિટર વોરના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 


કેજરીવાલે પણ આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવ્યું


ગુજરાત ભાજપના પ્રવક્તા યગ્નેશ દવે આમ આદમી પાર્ટી પર કરવામાં આવેલી RTI સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. હવે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપના કન્વિનર  અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પર પૂરે પૂરું ફોકસ કરી રહ્યા છે. કેજરીવાલે આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવતા દિલ્હીના ધારાસભ્યને જામીન મળતા ગુજરાત પર નિશાન સાધતાં તેમણે ટ્વિટ કર્યું છે. 


ગુજરાત ભાજપના હાથમાંથી સરકી ગયું-કેજરીવાલ


કોર્ટે દિલ્હી વક્ફ બોર્ડ કેસમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના રસ્ત્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું છે કે ભાજપ વાળા દિલ્હીમાં નકલી તપાસ કરતી રહી અને બીજી તરફ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયું.આજે 75 વર્ષ પછી લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન માંગે છે. લોકોમાં ભારે અસ્વસ્થતા છે. લોકોને 24 કલાક નકારાત્મક અને બદલાની રાજનીતિ કરવી પસંદ નથી.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.