આ તે કેવું વિચિત્ર! તમે કોન્ટ્રાક્ટ પર છો પણ સરકાર 27 વર્ષથી કાયમી, હવે સરકારને બેકાર કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:51:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રમક બન્યા છે. અરવિંદ કેજરીવાલ,ભગવંત માન અને મનિષ સિયોદિયા સહિતના નેતાઓ રાજ્યમાં જોરદાર ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. પંજાબ જીત્યા પછી આપ નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આપ નેતાઓ ભાજપના 27 વર્ષના શાસનથી સર્જાયેલી એન્ટી ઈન્ક્મન્સીનો લાભ લેવા તલપાપડ થયા છે.  અરવિંદ કેજરીવાલ,ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ભગવંત માને ગુજરાત સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. માને જણાવ્યું કે, તમે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ છો તમને આ ભાજપ સરકાર ક્યારેય પણ છુટ્ટા કરી શકે છે. તમને ગમે ત્યારે ઘર ભેગા કરી શકે છે, પરંતુ તમે લોકો એકની એક  ભાજપ સરકારનો કોન્ટ્રાક્ટ 27 વર્ષથી રિન્યુ કરી રહ્યા છો.


ભાજપની સરકારનો કોન્ટ્રાક્ટ આ વખતે રદ્દ કરવા ભગવંત માનની અપીલ


ભાજપની સરકારનો કોન્ટ્રાક્ટ આ વખતે રદ્દ કરી દો એટલે એમને પણ ખબર પડે કે બેરોજગારી શું છે અને બેરોજગાર બેસવું પડે તો કેવું દર્દ થાય છે. તેમને પણ તમારૂ દર્દ છે તેવું દર્દ એમને આપો. જેથી એ લોકોને તમારુ દર્દ સમજી શકાય. 27 વર્ષથી ચાલી રહેલા રાજના કારણે તેમને અહંકાર આવી ગયો છે. હવે તેમને નાગરિકોની કંઇ પડી નથી. પંજાબમાં અમે તમામ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કર્યા છે અને કાયમી કરી રહ્યા છીએ.


ભાજપના શાસન કરતા તો અંગ્રેજ શાસન સારું


ગુજરાતમાં આ વખતે નાગરિકોએ ઝાડું પકડી લેવાની જરૂર છે. ભાજપના આ શાસન કરતા તો અંગ્રેજ શાસન સારુ. આ સરકાર કોઇની લોન માફ કરી રહી છે, કોઇ બેંક લુટીને જઇ રહ્યા છે. કોઇ વિદેશમાં જમીનો મકાનો ખરીદી રહ્યા છે. ગરીબોને મોંઘવારી સિવાય કાંઇ જ મળ્યું નથી. આ આઝાદી તો ભગતસિંહ નહોતા ઇચ્છતા. સરકારી શાળામાં યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું. ગરીબ બિમાર પડે તો સારવારના અભાવે લાઇનોમાં બેસી બેસીને અડધો મરી જાય છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?