ગુજરાત સરકાર પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર !!! જાણો શું કહ્યું ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 16:27:37


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા દરેક પક્ષ જીતવા માટે તમામ દાવ પેચ લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી લોકો સુધી પહોંચવા અને લોકોને રિજવવાના તમામ પ્રયાસ કરી રહી છે આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતની ત્રણ અલગ અલગ જગ્યાએ ગયા હતા અને આજે અરવિંદ કેજરીવાલએ અલગ અલગ મુદ્દાઑને લઈને સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા  આ દરમિયાન ગુજરાતમાં થયેલા દેણા અંગે કેજરીવાલે કહ્યું કે, ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે, તે પૈસા ક્યાં જાય છે? જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો મફતમાં કશું જ આપતા ન હતા, તો પછી 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું?


સરકાર પર પ્રહાર કરતાં કહ્યું દિલ્હીમાં અમારી સરકાર બની તે પહેલા અમે કહેતા હતા કે સરકાર પાસે પૈસા નથી અને દિલ્હી સરકાર ખોટમાં ચાલી રહી છે. પરંતુ અમારા આવ્યા પછી દિલ્હી સરકાર નફામાં ચાલી રહી છે અને અમે કેટલુંક મફત પણ આપીએ છીએ. આ લોકો કહે છે કે પંજાબ સરકાર ખોટમાં છે. પરંતુ અમે આવતાની સાથે જ વીજળી ફ્રી કરી દીધી છે. 20000 સરકારી નોકરીઓ બહાર પાડી. શિક્ષકોને કાયમી કર્યા. અમે રડતા નથી કે પૈસા નથી, અમે તો અમારું કામ કરતા જ રહીએ છીએ. ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે, તે પૈસા ક્યાં જાય છે? જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો મફતમાં કશું જ આપતા ન હતા, તો પછી 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું? આ લોકો બધા પૈસા ખાય છે. અમે સાંભળ્યું છે કે ધારાસભ્યની માસિક કમાણી રૂ. 2000 હતી અને હવે તે 20000 કરોડના માલિક છે. અમે પૈસા ખાતા નથી, અમે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ


"ભાજપ આપ થી ડરે છે"

આજે ભારતીય જનતા પાર્ટી માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. ભાજપના લોકો જે અમારા પર આરોપ લગાવી રહ્યા છે, તે સાબિત કરે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. આ લોકો કોંગ્રેસથી ડરતા નથી, આ લોકો માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે કારણ કે લોકો આમ આદમી પાર્ટી સાથે છે. અમે હંમેશા જનતાની સુવિધા માટે શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવા મુદ્દાઓની વાત કરીએ છીએ તેથી ભાજપ ડરેલી છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...