અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં છે ત્યાં તેમણે કોંગ્રેસ અને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. આ વખતે માત્ર અરવિંદ કેજરીવાલ નહીં પરંતુ ભગવંત માન, રાઘવ ચઢ્ઢા પણ છે આ ત્રિપુટી ગુજરાતમાં એક્શન મોડમાં આવી ગઈ છે. અરવિંદ કેજરીવાલએ આજે બને પક્ષ પર પ્રહાર કર્યા તેમણે પક્ષ પલટા જેવા મુદ્દા પર વાત કરી.
ભાજપનો પ્લાન કેજરીવાલએ સમજાવ્યો!!!!
અરવિંદ કેજરીવાલએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સ્તબ્ધ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના વોટ તોડવા બંને પાર્ટી પ્રયત્ન કરી રહી છે તેવું કેજરીવાલએ કહ્યું તેમણે વધુમાં કહ્યું અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં જોડાવા તૈયાર છે આ અંગે તેમણે પાર્ટી સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ ભાજપે ના પાડી અને ત્યાં જ રહેવા જણાવ્યું હતું. અત્યારે પણ કોંગ્રેસ
ખતમ થઈ ગઈ છે.
કોંગ્રેસને ખૂબ ઓછી સીટ મળશે.
અરવિંદ કેજરીવાલએ કહ્યું કોંગ્રેસને 10થી વધુ બેઠકો નહીં મળે.
અને જે જીતશે એ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય જશે. તેમણે કહ્યું અત્યાર
સુધી ભાજપ સામે કોઈ વિકલ્પ નોહતી પરંતુ હવે આપ મજબૂત વિકલ્પ છે.
જે BJPથી નારાજ છે એ AAP પસંદ
કરો – કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ભાજપ પર ટિપ્પણી કરતાં કહ્યુંકે આ પાર્ટીથી
જે જે લોકો નારાજ છે એ કોંગ્રેસને મતના આપતા
હું અપીલ કરું છું આવા તમામ લોકો AAPને પસંદ કરો અને તમે કોંગ્રેસને
વોટ આપી ભાજપનેન જિતાડી દેતા.