અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, 45 કરોડના ખર્ચે બંગલાનું રિનોવેશન કરવા મામલે CBI કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-09-27 21:35:02

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે, કેજરીવાલ તેમના સત્તાવાર નિવાસસ્થાનને  45 કરોડના ખર્ચે રિનોવેશન કરાવવા મામલે હવે CBIએ કેસ દાખલ કર્યો છે. CBI હવે આ મામલાની તપાસ કરશે. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ઘણો વિવાદ થયો હતો, જે બાદ કેટલાંક મીડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતં કે CBIએ તેને લઈને કેસ દાખલ કર્યો છે. દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટી આ આરોપ લગાવે છે કે CM કેજરીવાલના બંગલાના રિનોવેશન પર 45 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ પાર્ટી દાવો કરે છે કે રિનોવેશન દરમિયાન લાખો રુપિયાના પડદાં અને માર્બલ લગાડવામાં આવ્યા હતા.  


દિલ્હીના ઉપરાજ્યપાલે આપ્યો હતો આદેશ


આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવને સમગ્ર મામલામાં તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા સૂચના આપી હતી. તેમજ આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે ત્યાં કોઈ રિનોવેશન નથી પરંતુ જૂનાની જગ્યાએ નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આમાં તેની કેમ્પ ઓફિસ પણ છે. ઉપરાંત, ભાજપે દાવો કર્યો હતો કે આ કેસના દસ્તાવેજો દર્શાવે છે કે રૂ. 43.70 કરોડની મંજૂર રકમને બદલે, સ્ટાફ રોડ પર સ્થિત કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન સિવિલ લાઇન્સના 6 ફ્લેટની શકલ બદલવા માટે રૂ. 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજ દર્શાવે છે કે આ રકમ 9 સપ્ટેમ્બર, 2020 અને જૂન 2022 વચ્ચે 6 વખત ખર્ચવામાં આવી હતી. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યા હતા કે રિનોવેશન દરમિયાન બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં  ગરબડનો પણ આરોપ લગાવ્યો હતો.  


કેગએ પણ કરી હતી તપાસની ભલામણ 


કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. રાજભવન દ્વારા તપાસના આદેશ અંગે માહિતી આપવામાં આવી હતી. રાજભવન વતી એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને 24 મેના રોજ પત્ર મળ્યા બાદ વિશેષ CAG ઓડિટની ભલામણ કરવામાં આવી હતી. આ પત્ર એલજી ઓફિસમાંથી મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીએમ કેજરીવાલના સરકારી બંગલાના રિનોવેશનમાં નાણાકીય ગેરરીતિઓ જોવા મળી હતી. આમ આદમી પાર્ટી અને સીએમ ઓફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


આ તપાસમાં કશું બહાર નહીં આવેઃ 'આપ'


AAPએ કહ્યું છે કે ભાજપે પોતાની તમામ તાકાત આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે વાપરી છે. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે તમામ તપાસ એજન્સીઓને કામે લગાડવામાં આવી છે, પરંતુ દિલ્હીની 2 કરોડ જનતાના આશીર્વાદ અરવિંદ કેજરીવાલ પર છે. આ તપાસમાં કંઈ બહાર આવશે નહીં.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.