Arvind Kejriwal વર્ચ્યુઅલી કોર્ટમાં થયા હાજર! EDએ અનેક વખત આપ્યા છે હાજર થવા માટે આદેશ... જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-17 12:22:26

દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત ઈડીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. કથિત શરાબ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત હાજર થવા માટે નોટિસ પાઠવી હતી પરંતુ તે હાજર થયા ન હતા. ઈડી સમક્ષ હાજર ના થયા હતા જેને લઈ ઈડી કોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટની સુનાવણી દરમિયાન આજે અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી હાજર થયા હતા. અરવિંદ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવા માટે કોર્ટે સમન્સ મોકલ્યું હતું. ત્યારે આજે કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજર થયા હતા અને તેમણે કહ્યું હતું કે હું આજે રૂબરૂ કોર્ટમાં આવવા માંગતો હતો પરંતુ અચાનક આજે વિશ્વાસ પ્રસ્તાવ આવી ગયો.

 

કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજર થયા અરવિંદ કેજરીવાલ 

અનેક વખત ઈડીએ કથિત દારૂ કૌભાંડને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા. અનેક વખત હાજર થવા માટે કેજરીવાલને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તે ઈડી સમક્ષ હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટી દ્વારા નોટિસને લઈ આપે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. ત્યારે અનેક વખત નોટિસ આપવા છતાંય અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થયા ન હતા જેને લઈ રાઉજ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રીને કહ્યું કે તમારે હાજર થવું પડશે. ઈડીએ કોર્ટને માગ કરી હતી કે અરવિંદ કેજરીવાલને નિર્દેશ આપવામાં આવે તે ફિઝિકલી હાજર થાય. અરવિંદ કેજરીવાલ વર્ય્યુઅલી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. 



ઈડીએ અરવિંદ કેજરીવાલને મોકલ્યા છે અનેક વખત સમન્સ!

સુનાવણી દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે હું શારીરિક રીતે આવવા માંગતો હતો, પરંતુ અચાનક આ આત્મવિશ્વાસની ગતિ આવી. બજેટ સત્ર ચાલી રહ્યું છે, જે 1 માર્ચ સુધી ચાલશે. આ પછી કોઈપણ તારીખ આપી શકાય છે.' જેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલની હાજરી માટે 16 માર્ચની તારીખ નક્કી કરી હતી. મહત્વનું છે કે અનેક વખત ઈડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું પરંતુ અનેક નોટિસો પાઠવવામાં આવ્યા છતાંય અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા. ઈડી દ્વારા તેમને પાંચ વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયા ના હતા.        



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...