Arvind Kejriwal દેખાયા આક્રામક મુડમાં, વિધાનસભામાં PM મોદીને આ સવાલો મુદ્દે ઘેર્યા! સાંભળો પીએમના મૌન અંગે શું બોલ્યા Delhi CM


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-18 12:24:04

સંસદમાં જ્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મણિપુરને લઈ હોબાળો થતો હતો અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. સંસદમાં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું હતું. ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવા માટે પીએમ મોદી સંસદમાં આવ્યા હતા. પરંતુ જવાબમાં તેમણે મણિપુર અંગે ઓછું અને વિપક્ષ પર વધારે બોલ્યા હતા. સંસદનું સત્ર ભલે પૂર્ણ થઈ ગયું હોય પરંતુ મણિપુર અંગે ચર્ચા દિલ્હીની વિધાનસભામાં થઈ હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીના મૌન અંગે પણ તેઓ બોલ્યા હતા.    

મણિપુર મુદ્દે પીએમ મોદીએ રાખેલા મૌન પર ભડક્યા કેજરીવાલ  

દિલ્હી વિધાનસભામાં ગુરુવારે એટલે ગઈ કાલે મોટો હોબાળો થયો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરના મુદ્દે વાત કરતાં એવું નિવેદન આપ્યું કે ગઈકાલથી એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી. લોકોએ તેની સાથે અન્યાય કર્યો. બધાએ તેની નિંદા કરી, પરંતુ પીએમ મોદી મૌન રહ્યા. દેશના પીએમ પિતા જેવા છે, પરંતુ જો દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે અને પિતા કહે છે કે તેમને કંઈ લેવાદેવા નથી તો દીકરીઓ ક્યાં જશે?

જ્યારે પણ દેશમાં આફત આવી ત્યારે પીએમ મોદી ચૂપ થઈ ગયા - કેજરીવાલ 

મણિપુરમાં લોકો મરી રહ્યા હતા, ઘરો બળી રહ્યા હતા. સ્ત્રીઓ સાથે ખોટું થઈ રહ્યું હતું. નૂહમાં હિંસા થઈ રહી હતી, ત્યારબાદ પીએમ પોતાના રૂમમાં બંધ થઈને બેઠા છે કુસ્તીબાજોએ ન્યાયની માંગણી કરી, પીએમ મૌન બન્યા. ચીનના મુદ્દે પણ તેઓ મૌન રહ્યા. અદાણી કેસમાં તેઓ મૌન છે. છેલ્લા 9 વર્ષમાં જ્યારે પણ દેશમાં કોઈ આફત આવી ત્યારે પીએમ ચુપ થઈ ગયા અને તાળું લગાવીને રૂમમાં બેસી ગયા. આખો દેશ પૂછી રહ્યો છે કે પીએમ ચૂપ કેમ છે.સાથે સાથે બીજા મુદ્દા પર પણ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.  




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.