ગુજરાતમાં ચૂંટણીના પડગમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. તે પહેલા રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પોતાના કામો જનતા સુધી પહોંચાડવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ આક્રમક થઈ ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે. ફરી એક વખત તેઓ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતના 4 સ્થળો પર જનસભાને સંબોધવાના છે.
કઈ કઈ જગ્યાઓ પર યોજાશે જનસભા
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 4 જગ્યાઓ પર તેઓ આપનો પ્રચાર કરવાના છે. જનસભા યોજી દિલ્હી અને પંજાબ મોડલની વાતો કરી રહ્યા છે. આ વખતે વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે તેઓ પ્રચાર કરવાના છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પક્ષ પોતાના પ્રચારમાં કચાસ રાખવા તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવશે કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણીને ધ્યાનમાં લઈ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત ગુજરાતની પ્રજાને સંબોધવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મહિનામાં બીજી વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ અગાઉ પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ પણ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા, સુરેન્દ્રનગર ખાતે તેઓએ જનસભા સંબોધી હતી.