ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોના દિલ જીતવા અનેક મોટા નેતાઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે ત્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બે દિવસની ગુજરાત પ્રવાસે આવ્યા છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવશે. અગાઉ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સભા સંબોધી હતી અને ગાંધીજીના દર્શન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતને અનેક ભેટ આપી, અરવિંદ કેજરીવાલે પણ અનેક ગેરંટીની વાત કરી.
AAPની 90-95 સીટ આવી રહી છેઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે દાહોદમાં જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એક આઈબીને રિપોર્ટ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ સરકારી એજન્સી અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની 94થી 95 સીટ આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે આપની એટલી જીત અપાવો કે દિલ્લી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય.
અરવિંદ કેજરીવાલે સભામાં કર્યા વાયદા
ભગવંત માને પણ ગુજરાતમાં વાયદાઓનો વરસાદ કર્યો