અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે .....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:41:52

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી વધુને વધુ લોકો સાથે મળીને તેમની સમસ્યાઓ ઉકેલવાના વચનો આપી રહી છે. ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 20 સપ્ટેમ્બરના રોજ વડોદરા આવશે ત્યાં તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યકર્મ યોજશે અને સંભાવના છે કે શિક્ષણના મુદ્દે સંવાદ કાર્યક્રમ થાય કાલ વડોદરા ખાતે ટાઉન હૉલ કાર્યક્રમનો આયોજન થશે. 

અરવિંદ કેજરીવાલ પ્રવાસ બાદ બીજા કેટલાક ઉમેદવારોની લિસ્ટ જાહેર થશે 

જ્યારે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસએ છે ત્યારે તેમનાઆ પ્રવાસ બાદ ગુજરાતની અમુક બેઠકના ઉમેદવારોના નામ પણ જાહેર થાય એવી સંભાવના છે અત્યાર સુધી આપ દ્વારા 29 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે ત્યારે બધાને જાણવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તે કઈ બેઠકથી લડશે સૂત્રો ના કહ્યા મુજબ ગોપાલ ઇટાલિયા સુરતની વરાછા બેઠકથી ઊભા થઈ શકે છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.