આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કર્યું સંબોધન,પોતાના સંબોધનમાં મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-11 16:58:00

નેશનલ પાર્ટી તરીકેનો દરજ્જો આમ આદમી પાર્ટીને મળી ગયો છે. સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. સોમવારે આ અંગેની જાહેરાત કરાતા આમ આદમી પાર્ટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટીથી દેશને નવી દિશા મળી છે.


રાજકીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ આપમાં આનંદ છવાયો  

ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ અનેક પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો હતો, ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી), તૃણુમુલ કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જ્યારે આમ આદમી પાર્ટીને રાજકીય દરજ્જો આપવામાં આવ્યો છે. પાર્ટીને દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં આનંદ છવાઈ ગયો હતો. ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. 


અરવિંદ કેજરીવાલે દેશવાસિઓનો માન્યો આભાર

પોતાના સંબોધનમાં તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે દેશની જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે રાષ્ટ્રીય પાર્ટી બનવું બહુ મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે હું  જ્યારે વિચારું છું તો લાગે છે કે અમારી કોઈ ઓકાત ન હતી. પરંતુ અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. મતલબ ભગવાન અમારી પાસેથી કઈ કરાવા માગે છે.આલોચના કરનારનો પણ આભાર માન્યો હતો. 

મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનો કર્યો ઉલ્લેખ 

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મનીષ સિસોદિયાની વાત કરતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાનો શું વાંક છે? તેમનો કસુર એટલો હતો કે તે ગરીબ છોકરાના સપનાઓને પાંખો આપી હતી. સત્યેન્દ્ર જૈને બધાની સારવાર મફત કરી હતી. રાષ્ટ્ર વિરોધી તાકતોએ બંનેને જેલમાં નાખી દીધા છે. બંને નેતાઓ ભગતસિંહના શિષ્યો છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?