ફોટોથી શું કહેવા માગે છે કેજરીવાલ?
દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાતની ચૂંટણીને લઈને એકદમ આક્રમક છે, ત્યારે એમણે ટ્વીટર હેન્ડલ પરથી કશું જ કેપ્શન લખ્યા વગર એક ફોટો શેર કર્યો જેમાં દિલ્હીના ડે.સીએમ અને શિક્ષણમંત્રી મનિષ સિસોદીયા ક્લાસરૂમમાં બાળકોની વચ્ચે હતા અને નરેન્દ્ર મોદી પણ ક્લાસરૂમમાં હતા. આડકતરી રીતે એ કહેવા માગતા હતા કે હવે મોદી પણ કેજરીવાલના શિક્ષામોડેલને કોપી કરે છે.
શું છે હકિકત?
કેજરીવાલે જેવો આ ફોટો મુક્યો તરત જ યુઝર્સે નીચે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે શાળાઓમાં વિઝીટ કરતા એના ફોટો પણ મુક્યા, અને યાદ કરાવ્યું કે શિક્ષણ પર ભાર મોદી પહેલેથી જ મુકતા આવ્યા છે.
ગુજરાતમાં શિક્ષણ મોટો મુદ્દો બની શકશે?
ગુજરાતના જનમાનસમાં આ વખતે મુદ્દાઓ ગોળ-ગોળ ફરી તો રહ્યા જ છે, ફ્રીની સહાયની સાથે શિક્ષણ અને સરકારી સ્કુલની હાલત મોટો મુદ્દો છે, આમ આદમી પાર્ટીનો પ્રયત્ન રહેશે કે સરકારી સુવિધાઓના આધારે ચૂંટણી લડાય, જેથી ગુજરાત સરકારની પાછલી નિષ્ફળતાઓનો લાભ એમને મળી શકે