AAPને કેમ લાગે છે કે સુરતમાં 7 સીટો જીતી જવાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:31:39

AAPના નેશનલ કન્વિનર કેજરીવાલનો દાવો, સુરતમાં 7 સીટો આપ જીતશે

પણ સવાલ એ છે કે કેવી રીતે..! કેમ કે સુરત દક્ષીણ ગુજરાત એવું ક્ષેત્ર છે જ્યાં ભાજપનો દબદબો છે, આ વાત કહેવત બની ગઈ કેમ કે પાટીદાર આંદોલન ચરમ પર હતું, સુરતની સૂરત અલગ દેખાતી હતી, લાગતું હતુ કે લોકો ભાજપને ઘરે બેસાડશે, પણ પરિણામો સાવ અલગ આવ્યા, જે પાટીદારો દમ મારીને કહેતા હતા કે ભાજપને ઘુસવા નહીં દઈએ એવા આંદોલન પ્રભાવીત ક્ષેત્ર વરાછામાં જ લોકોએ ભાજપના કુમાર કાનાણીને જીતાડ્યા, હવે 2017માં જે ના હાર્યા, એ 2022માં કયા કારણોસર હારશે એ રાજનીતિક વિશ્લેષકોને સમજાઈ નથી રહ્યું, શું આમ આદમી પાર્ટી સુરતમાં એવી પકડ બનાવી ચુકી છે?


શું રેલીની ભીડ જોઈને કેજરીવાલને એવું લાગ્યું હશે?

AAPના ચૂંટણી સમીકરણો આમ તો સાચા પડતા હોય છે, કેજરીવાલ મોટાભાગે ત્યાં જ મહેનત કરતા હોય છે જ્યાં એમને આશા દેખાતી હોય છતાંય રેલીની ભીડ જોઈને સુરતનો મિજાજ નક્કી કરી દેવાય એવું શહેર આ નથી, વર્ષ 2017માં હાર્દીક પટેલે સુરતમાં જેટલી ભીડ જોઈ એટલી જીએમડીસીના અપવાદને બાદ કરતા ક્યાંય નહીં જોઈ હોય છતાંય કોઈ કંઈ ખાસ ઉકાળી ના શક્યું, સુરત અને નવસારી લોકસભાની દરેક વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, વરાછા પર ભાજપની જીતને લોકો રાજનીતિના આશ્ચર્ય તરીકે જોતા હતા, તો અરવીંદ કેજરીવાલ જ્યારે 7 સીટ જીતવાનો દાવો કરે છે ત્યારે આ વાસ્તવિકતાથી એ પરિચીત જ હશે


કઈ વિધાનસભા સીટો પર આપને આશા હોઈ શકે?

સુરતમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરજણ, કતારગામ, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકો છે, તો નવસારી લોકસભામાંથી લિંબાયત, ઉધના, મજૂરા, ચૌર્યાસી સુરતમાં જ ગણાય છે, હવે આમાંથી ગોપાલ ઈટાલીયા - મનોજ સોરઠીયાના પાટીદાર પાવરને જોતા પટેલપાવર વાળી દરેક સીટો પર આપને આશા છે, તો મજૂરા બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગઢ છે, હવે જે રીતે ગોપાલ ઈટાલીયા વારંવાર હર્ષ સંઘવી પર વ્યક્તિગત પ્રહારો કરે છે એ જોતા એવું પણ કહેવાઈ રહ્યું છે કે મજૂરામાં આપ જીતીને પોતાનો પાવર બતાવવા માંગે છે


પંજાબમાં એક ઈન્ટરવ્યુ વખતે કેજરીવાલે લખીને આપ્યું હતું કે અમે જીતીએ છીએ

પંજાબની વિધાનસભા ચૂંટણી વખતે અરવીંદ કેજરીવાલ અને ભગવંત માને આજતક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લખીને આપ્યું હતુ કે પંજાબમાં આપની સરકાર બને છે અને ચરણજીત ચન્ની બંને સીટ પરથી હારે છે, છેક સુધી લોકો માનતા નહોતા અને પછી એવી જ રીતે આપે સરકાર બનાવી હતી, એટલે કેટલાય લોકો કહી રહ્યા છે કે આપનું નક્કી નહીં.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.