અરુણાચલ ભારતનું અભિન્ન અંગ, LAC પર ચીનની આક્રમક્તાની નિંદા: અમેરિકાની સેનેટમાં ઠરાવ


  • Published By :
  • Published Date : 2023-02-17 19:03:26

અરુણાચલ પ્રદેશના મુદ્દે ભારતને હવે અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ વાસ્‍તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનના અતિક્રમણની નિંદા કરી છે અને અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. યુએસ સેનેટ દ્વારા એક પ્રસ્‍તાવ લાવવામાં આવ્‍યો છે.


અરુણાચલ ભારતનું અભિન્ન અંગ


અમેરિકાની સેનેટના આ પ્રસ્‍તાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવામાં આવ્‍યું છે. આ ઠરાવમાં ભારતની ‘સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા'નું સમર્થન કરવામાં આવ્‍યું છે. આ સાથે ચીનની પણ નિંદા કરવામાં આવી છે. આ પહેલીવાર છે જયારે અમેરિકાની સેનેટે આવો પ્રસ્‍તાવ લાવીને ભારતને સમર્થન આપવાનું વચન આપ્‍યું છે.યુએસ સેનેટનો ઠરાવ LACની યથાસ્‍થિતિ બદલવા માટે ‘લશ્‍કરી દળ'ના ઉપયોગની નિંદા કરે છે. આ સાથે અન્‍ય ઉશ્‍કેરણીજનક પગલાં માટે પણ ચીનનો વિરોધ કરવામાં આવ્‍યો છે. અમેરિકાના પ્રસ્‍તાવમાં ભારત દ્વારા સંરક્ષણ માટે ઉઠાવવામાં આવેલા પગલાને પણ સમર્થન આપવામાં આવ્‍યું છે.


ચીનની આક્રમક્તાનો વિરોધ


અમેરિકાના પ્રસ્‍તાવ મુજબ, ભારત દ્વારા આ પગલાં ચીન તરફથી આક્રમક અને સુરક્ષા જોખમોના વિરોધમાં લેવામાં આવ્‍યા છે. જેફ માર્કલ અને બિલ હેગર્ટી દ્વારા યુએસ સેનેટમાં આ પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો છે. આ સાથે તેને જોન કોરીનનો પણ સપોર્ટ મળ્‍યો છે. સેનેટમાં જે પ્રસ્‍તાવ લાવવામાં આવ્‍યો છે તેમાં અરૂણાચલ પ્રદેશના વિકાસ કાર્યો અને સંરક્ષણ આધુનિકીકરણને પણ ભારતે આવકાર્યું છે. સેનેટ દ્વારા લાવવામાં આવેલી દરખાસ્‍તો અનુસાર ભારત સરહદ પર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં સુધારો કરી રહ્યું છે અને તે અમેરિકન સહાયને વધુ વધારવા માટે પણ પ્રતિબદ્ધ છે. 


અમેરિકાના બે સેનેટરે રજુ કર્યું બિલ


સેનેટએ તાજેતરના પગલાં સહિત યુએસ-ભારત દ્વિપક્ષીય ભાગીદારી માટે પોતાનું સમર્થન વ્‍યક્‍ત કર્યું છે. અમેરિકાના બે સાંસદોએ અરૂણાચલ પ્રદેશના મુદ્દે ભારતને સમર્થન આપતું દ્વિપક્ષીય બિલ યુએસ કોંગ્રેસમાં રજૂ કર્યું છે. આ બિલમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ ગણાવ્‍યો છે. આ ખરડો ઓરેગોનના કોંગ્રેસમેન જેફ મર્કલી અને બિલ હેગર્ટી દ્વારા રજૂ કરવામાં આવ્‍યો છે. 


ચીનની નજર અરૂણાચલ પ્રદેશ પર


ચીન ભારતના અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. જેના કારણે ચીન હવે પૂર્વ સેક્‍ટરમાં LAC પર આક્રમકતા બતાવી રહ્યું છે. ભૂતકાળમાં ભારત અને ચીનની સેનાઓ વચ્‍ચે હિંસક અથડામણ પણ થઈ હતી. આ તમામ ઘટનાઓ વચ્‍ચે અમેરિકન કોંગ્રેસમેનએ આ બિલ રજૂ કર્યું છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..