સુપ્રીમ કોર્ટ કલમ 370 મામલે ફાસ્ટ ટ્રેક સુનાવણી કરશે, 2 ઓગસ્ટથી દરરોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-11 19:18:06

જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સુનાવણી હાથ ધરવાની છે, સરકારના નિર્ણય સામે આવેલી બે અરજીઓ પર 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે. સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

 

બંધારણીય મુદ્દા પર જ સુનાવણી


કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મિરની સ્થિતીને જોતા દાખલ કરેલી નવી એફિડેવિટને લઈ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે કહ્યું છે કે તે માત્ર બંધારણીય મુદ્દાઓ પર જ સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આર્ટિકલ-370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતીમાં કેટલો ફેરફાર આવ્યો છે તે અંગે જાણકારી આપી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલે જણાવ્યું કે આ સંપુર્ણપણે એક બંધારણીય કેસ છે.


તમામ પક્ષકારો પાસે જવાબ માગ્યો


સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ પક્ષકારો પાસે આગામી 27 જુલાઈ સુધીમાં જવાબ રજુ કરવાનું કહ્યું છે. ઈલેક્ટ્રોનિક મોડમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કલમ 370 મામલે સુનાવણી ફાસ્ટ ટ્રેક મોડમાં 2 ઓગસ્ટથી ડે- ટૂ-ડે એટલે કે સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, અને ગુરૂવારે થશે.


કોણ છે મુખ્ય ફરિયાદી?


કલમ 370 હટાવવામાં આવી તે મામલે આઈએએસ અધિકારી શાહ ફૈઝલ અને એક્ટિવિસ્ટ શેહલા રશીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ સહમતી વ્યક્ત કરતા અરજીકર્તા તરીકે તેમના નામ હટાવી  દેવામાં આવે. અરજીકર્તાઓમાં સૌથી પહેલા તે બંને હતા. વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું કે શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. ચીફ જસ્ટીસે બંનેના નામ અરજદારોની યાદીમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. અત્યાર સુધી લીડ પિટિશન શાહ ફૈસલ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના નામે હતી, જેને હવે બદલી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. જે બાદ તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આને લગતી 20 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેંચ દ્વારા એક સાથે કરવામાં આવશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..