જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન, લાખોટા તળાવ અને ખીજડીયા પક્ષી અભ્યારણને બનાવ્યું પક્ષીઓએ ઘર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-08 09:21:47

શિયાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બનતા હોય છે. હજારોની સંખ્યામાં જામનગરમાં આવેલા લખોટા તળાવ પાસે વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડીથી પોતાનું રક્ષણ કરવા પક્ષીઓ સ્થાળાંતર કરે છે. જેને કારણે શિયાળાના સમયગાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ સાત સમંદર પારથી અહીં ગુજરાત આવતા હોય છે. જામનગર નજીક આવેલા દરિયાકાંઠે, લાખોટા તળાવ તેમજ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય શિયાળાના સમય દરમિયાન વિદેશી પક્ષીઓનું આવાસ બની જતું હોય છે.  . 






વાતાવરણ અનુકુળ હોવાથી થાય છે પક્ષીઓનું આગમન 

ગુજરાતના જામનગર ખાતે વિદેશી પક્ષીઓ શિયાળાના સમય દરમિયાન નિવાસ કરે છે. તેનું મુખ્યકારણ છે કે આ વાતાવરણ પક્ષીઓ માટે અનુરૂપ હોય છે. લાખોટા તળાવ અને તેના આસપાસના વિસ્તારમાં પક્ષીઓને ખોરાક મળી રહે છે. અનેક દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી જામનગર ખાતે જોવા મળે છે.     




પક્ષીઓને જોવા ઉમટે છે માનવમહેરામણ  

જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ ગણવામાં આવે છે. ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જામનગરના મહેમાન બનતા હોય છે. લાખોટા તળાવ તેમજ બર્ડ સેનચુરી ખાતે હજારો વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. ધોળી ડોક ઢોંકનું જામનગરમાં આગમન થયું છે. વિદેશી પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો લાખોટા તળાવની મુલાકાત લેતા હોય છે. પક્ષીઓના આગમાનને કારણે જામનગરની શોભા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યભરના સહેલાણીઓ અભ્યારણ્ય તેમજ તળાવને જોવા આવી રહ્યા છે.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...