ગઢડાના SP સ્વામીની ધરપકડ, અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બૂથ કાર ચડાવી દેવા મામલે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2024-01-03 18:08:13

અમદાવાદમાં અકસ્માતના ગુના હેઠળ ગઢડાના એસપી સ્વામીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. એસપી સ્વામી દ્વારા અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે એસજી હાઇવે ઉપર થલતેજ પાસે અકસ્માત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં કાર થલતેજના ટ્રાફિક પોલીસ બૂથમાં જ સીધી ઘુસી ગઈ હતી. કાર અથડાતાં ટ્રાફિક બુથ તૂટી પડ્યું હતુ. આ ઇનોવા કાર ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામીની હોવાનું તથા SP સ્વામી જ ગાડી ચલાવતા હોવાનું સામે આવ્યુ છે. SP સ્વામીએ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતા. SG 1 ટ્રાફિક પોલીસે SP સ્વામી સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


કઈ રીતે સર્જાયો અકસ્માત?


આજે સવારે 9.30થી 10 કલાકની આસપાસ એસજી હાઇવે પર ઇનોવા કાર લઇને પસાર થઇ રહ્યા હતા.તેઓ એકલા જ કાર ચલાવીને જઇ રહ્યા હતા. થલતેજ પાસે કાર પહોંચતા તેઓએ જમણી બાજુ ટર્ન લીધો હતો.જો કે કાર સ્પીડમાં હોવાથી કાર સીધી જ જમણી બાજુના ટ્રાફિક બુથ સાથે અથડાઇ હતી. કાર અથડાતાં ટ્રાફિક બુથ તૂટી પડ્યું હતુ. ગાડી પોલીસ ચોકીમાં ઘુસી જતા અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇપણ જાનહાની થઇ નથી. જો કે સ્પીડમાં કાર ચલાવવા અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો છે.


કોણ છે એસપી સ્વામી?


એસપી સ્વામી વારંવાર વિવાદોમાં આવતા હોય છે. એસપી સ્વામી ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે.જો કે દેવ પક્ષ સાથે તેમને વિવાદ રહેતો હોય છે. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયા હતા. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામીને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો હતો. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે. જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.