મનીષ સિસોદિયાની ધરપકડનો ગુજરાતમાં થયો વિરોધ, ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા મનીષ સિસોદિયાના સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2023-02-27 14:06:55

રવિવારે સીબીઆઈ દ્વારા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવામાં આવતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા હતા. ત્યારે આ ધરપકડનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે વિરોધ   

સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈ દ્વારા રવિવારે મનીષ સિસોદિયાની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તે બાદ તેમની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે પણ આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.



ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ  

આ અંગે વિરોધ કરી રહેલા ડેડિયારાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ગઈકાલે દિલ્હીની ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. મનીષ સિસોદિયા પર 10 હજાર કરોડના દારુ ગોટાળા મામલે ધકપકડ કરી છે. અમારે સરકારને સવાલ છે કે જેટલી વાર રેડ કરવામાં આવી તેમાં શું પુરાવા મળ્યા તે જાહેર કરવામાં આવે. સરકાર દેશની એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારે જે કરવું હોય તે કરે આમ આદમી પાર્ટી ડરવાની નથી. આ મામલાને વિધાનસભા ગૃહમાં પણ ઉઠાવવામાં આવશે. વિરોધ દર્શાવવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્લે કાર્ડ લઈને પહોંચ્યા હતા. ચૈતર વસાવા ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.