સિક્કિમમાં એક મોટી રોડ દુર્ઘટના ઘટી છે. આર્મી જવાનોને લઈ જઈ રહેલી ટ્રક ખાઈમાં પડી ગઈ છે. આ ઘટનામાં 16 જવાનો શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર સાંકડા વળાંક પાસે આવેલી ખીણમાં બસ પડી ગઈ હતી. આ ઘટનામાં 16 જવાનો શહીદ થઈ ગયા છે જ્યારે 4 જવાનો ઘાયલ થયા છે.
હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસ્ક્યું ઓપરેશન
આ ઘટનામાં 3 આર્મીના વાહનો હતા. ત્રણે વાહનો સવારે થંગૂ તરફ જઈ રહ્યા હતા. પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે જેમાના રસ્તા પર આવેલા વળાંક પર આ દુર્ઘટના સર્જાઈ છે. ખાઈમાં આ બસ ધકેલાઈ જતા રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરની મદદથી ઘાયલ થયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત મૃત્યુ પામેલા જવાનોને પણ હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ અને રાજનાથસિંહે દુખ વ્યક્ત કર્યું
આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઘાયલ થયેલા જવાનો જલ્દી સાજા થાય તે અંગે પ્રાર્થના કરી છે. ઉપરાંત ઘટનામાં મૃત્યુ પામનાર જવાનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે સાથે સાથે ઘાયલ જવાનોને 50-50 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ રાજનાથસિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.