જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ IED વિસ્ફોટમાં સેનાના એક મેજર સહિત કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જેમને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ જવાનોનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.
રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ
આ ઘટના અંગે સેનાએ એક નિવેદન આપી જાણકારી આપી હતી જે મુજબ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે, જ્યારે એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હોવાથી આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ સેનાના ઘેરામાં ફસાઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. એવું અનુમાન છે કે કેટલાક આતંકવાદીઓ પણ અથડામણમાં માર્યા ગયા છે. વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા કારણોથી રાજ્યમાં હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
#WATCH जम्मू-कश्मीर: राजौरी के कंडी जंगल में सुरक्षा बलों और आतंकवादियों के बीच मुठभेड़ अभी भी जारी है।
(वीडियो वर्तमान समय के अनुसार नहीं है।) pic.twitter.com/RTVMroLP2Y
— ANI_HindiNews (@AHindinews) May 5, 2023
આતંકવાદીઓ અંગે મળી હતી બાતમી
#WATCH जम्मू-कश्मीर: राजौरी के कंडी जंगल में सुरक्षा बलों और आतंकवादियों के बीच मुठभेड़ अभी भी जारी है।
(वीडियो वर्तमान समय के अनुसार नहीं है।) pic.twitter.com/RTVMroLP2Y
રાજૌરી જિલ્લાના થન્નામંડી અને દરહાલ તાલુકાના ગાઢ જંગલમાં 4થી 6 આતંકવાદીઓ ફરી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ બાતમી મળ્યા બાદ પોલીસ,સેના અને CRPFની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી હતી. જ્યાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર બેફામ ફાયરિંગ શરૂ કર્યું હતું, સુરક્ષાદળોએ પણ સામે ફાયરિંગ કરતા બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.