આજે 15મી ઓગસ્ટ છે, દરેક લોકોના દિલમાં જાગેલી દેશભક્તિ ચરમ સીમાએ હોય છે. સેનાના જવાન માટે આપણા દિલમાં અલગ જગ્યા હોય છે. સરહદ પર જ્યારે આર્મી જવાન દિવસ રાત જાગી આપણા દેશની રક્ષા કરતા હોય છે, મા ભોમની સેવા માટે આખું જીવન સમર્પિત કરી દે છે. જવાન પોતાના પરિવારથી દૂર રહી તહેવાર મનાવે છે જેને કારણે આપણે શાંતીથી, કોઈ ડર વગર પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકીએ છીએ. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે આપણા દિલને સુકન પહોંચાડે છે.
સીમા પર તૈનાત જવાનોને કારણે આપણે દેશમાં રહી શકીએ છીએ સુરક્ષિત
જ્યારે આપણે કોઈ આર્મી જવાનને વર્દીમાં જોઈએ છીએ ત્યારે આપણી છાતી પણ ગદગદ થઈ જતી હોય છે. જવાનને જોઈને આપણને ગર્વની અનુભૂતિ થતી હોય છે. જ્યારે પરિવારના સભ્યોને આર્મી જવાન મળે ત્યારે જે દ્રશ્યો સર્જાય છે તે ભાવુક કરી દેતા હોય છે. આર્મીમાં જોડાયેલો દીકરો જ્યારે સહીસલામત પરિવારને મળવા આવે છે ત્યારે પરિવારમાં જે આનંદની લાગણી હોય છે તેનો પાર નથી રહેતો. આર્મી જવાન પોતાના ઘરે આવે છે પરંતુ ઘણી વખત તે ઝંડામાં લપેટાઈને આવે છે. મતલબ કે તે શહીદ થઈ ગયા હોય છે.
ઘન્ય છે એ પરિવારને જે મા ભોમની સેવા કાજે મોકલે છે પોતાના સભ્યોને
ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે તે પોતાના પરિવારને મળી રહ્યા હોય. આર્મી જવાનના સ્વાગત માટે લાલ ઝાઝમ પાથરવામાં આવી છે. આર્મી જવાનને જોઈ લોકો ગદગદ થઈ ગયા હતા. એ પરિવારને પણ સલામ છે જે પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે. એ લોકો પોતાના પરિવારના સભ્યોને આર્મીમાં મોકલે છે એટલે આપણે આપણા પરિવાર સાથે ખુશીઓથી, શાંતિથી રહી શકીએ છીએ. દેશમાં રહેતા લોકો પર સંકટ ન આવે તે માટે જવાન પોતાના સીનામાં દુશ્મનની ગોળી ખાય છે અને અંતે મા ભારતીની સેવામાં શહીદ થઈ જાય છે.