પાકિસ્તાનના કબજા માટે રહેલા POK, ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવાના રાજનાથ સિંહના નિવેદનને સેનાનું પણ સમર્થન મળ્યું છે. સેનાના ચિનાર કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ કહ્યું કે સેનાને જે પણ આદેશ મળશે તેના પર કાર્યવાહી કરવા સેના સંપૂર્ણપણે તૈયાર છે.
"Army fully prepared, ready for action on orders," says GOC Chinar Cops on Defence Minister's Gilgit-Baltistan comment
Read @ANI Story | https://t.co/eaS9KUtVzJ#IndianArmy #LtGenADSAujla #RajnathSingh pic.twitter.com/FG8Rc8lONw
— ANI Digital (@ani_digital) October 31, 2022
ભારતીય સેના સંપુર્ણપણે તૈયાર
"Army fully prepared, ready for action on orders," says GOC Chinar Cops on Defence Minister's Gilgit-Baltistan comment
Read @ANI Story | https://t.co/eaS9KUtVzJ#IndianArmy #LtGenADSAujla #RajnathSingh pic.twitter.com/FG8Rc8lONw
શ્રીનગરમાં કોર હેડક્વાર્ટરમાં એક ચર્ચા દરમિયાન 15 કોરના જનરલ ઓફિસર કમાન્ડિગ (જીઓસી)એ કહ્યું કે આપણે પોતાની પરંપરાગત ક્ષમતાઓ સુધારી રહ્યા છે. અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારે પણ તેની જરૂર પડે તે સમયે આપણે પાછું વળીને જોવું ન પડે.
તે ઉપરાંત એલએસી પર સુરક્ષા માટે જવાબદાર કોર કમાન્ડરે તે પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી બાદ છેલ્લા 20 મહિનામાં ભારતીય સેના ભારતીય સેનાની સમગ્ર તૈયારીઓને ભારે પ્રોત્સાહન મળ્યું છે.
શું કહ્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું હતું કે ઉત્તર ભારતમાં વિકાસ યાત્રા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મિર (POK)ના ગિલગીત અને બાલ્ટિસ્તાનને પ્રાપ્ત કર્યા પછી જ પુરી થશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આપણી યાત્રા ત્યારે જ પુરી થશે જ્યારે આપણે 22 ફેબ્રુઆરી 1994ના દિવસે સંસદમાં સર્વસંમતીથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવનો સંપુર્ણપણે અમલ કરવામાં આવે અને આપણે ગિલગિત અને બાલ્ટિસ્તાન જેવા પોતાના વિસ્તારોમાં પહોંચી જઈએ.