અર્જુન રાઠવા કોંગ્રેસમાં જોડાયા, AAPનો સાથ છોડી કોંગ્રેસનો 'હાથ' પકડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 14:28:36

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના તમામ રાજકીય પક્ષો  દ્વારા નેતાઓ, સામાજીક આગેવાનો અને કાર્યકરોનું રીતસર ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ વિરોધી પાર્ટીઓના નેતાઓને ખેંચવા માટે ખેંચતાણ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીના મોટા માથાઓ પાર્ટી છોડી રહ્યા છે.  આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું હતું . તેમણે જ્યારે  રાજીનામું આપ્યું ત્યારે તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે તેવું માનવામાં આવતું હતું અને આજે આ આશંકા સાચી પડી છે. AAPના વર્ષો જૂના કાર્યકર અને આદિવાસી નેતા અર્જૂન રાઠવા આપ છોડીને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આજે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.


અર્જૂન રાઠવાએ શું કહ્યું?


કોંગ્રેસમાં જોડાતી વખતે આદિવાસી નેતા અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે, "અમારું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. ભાજપને હરાવવા માટે અમે ગુજરાતમાં આવ્યા હતા પરંતુ અમે તેને હરાવી શક્યા નહીં અને કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દેશમાં જે પરિવર્તન થવાનું છે એ પરિવર્તન ગુજરાતમાં પણ થાય એ ઉદ્દેશ્યથી હું અને મારા સાથીદારો આજે કોંગ્રેસમાં જોડાયા છીએ."


શા માટે AAPમાંથી રાજીનામું આપ્યું હતું?


આમ આદમી પાર્ટીના  આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા જ્યારે ગઇ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. અર્જૂન રાઠવાએ મીડિયા સાથે વાત કરતા રાજીનામું આપવા પાછળ પ્રદેશના નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે "ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે તે ગંભીરતાપૂર્વક કામગીરી નથી કરતા, જેને લઈને વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નુકસાન ગયું તેમજ ચૂંટણી બાદ પણ જે સમીક્ષા કરવાની હોય તે પક્ષે કરી કરી, એટલે પક્ષનું નેતૃત્વ ગંભીરતાપૂર્વક કામ નથી કરતું જેને લઇ રાજીનામું આપ્યું છે."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?