મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ આ પદની જવાબદારી અર્જુન મુંડાને સોંપી છે. નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને કેબિનેટ મંત્રી અર્જુન મુંડા કૃષિ મંત્રીની વધારાની જવાબદારી નિભાવશે. કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો આપવામાં આવશે.
President Droupadi Murmu gives additional charge of Agriculture Ministry to Union minister Arjun Munda: Spokesperson
— Press Trust of India (@PTI_News) December 7, 2023
આ મંત્રીઓની જવાબદારી વધી
President Droupadi Murmu gives additional charge of Agriculture Ministry to Union minister Arjun Munda: Spokesperson
— Press Trust of India (@PTI_News) December 7, 2023આ સાથે જ કેટલાક અન્ય મંત્રીઓને પણ વધારાનો હવાલો સોંપવામાં આવશે. રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે અને રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હવાલો આપવામાં આવશે.