શંકરસિંહ અને મોઢવાડીયાએ મહેસાણા કોર્ટમાં વિપુલ ચૌધરી માટે ભલામણ કર્યાનું સ્વીકાર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 18:49:44

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સાગરદાણ કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા આજે મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વર્ષ- 2013માં તે સમયના કૃષિ મંત્રી શરદ પવાર અને કોંગ્રેસ નેતૃત્વને વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. બંને નેતા દ્વારા વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હોવાની તેમણે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. 


મહેસાણા કોર્ટમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ શું જુબાની આપી?


મહેસાણા સેસન્સ કોર્ટ સમક્ષ હાજર થયેલા શંકરસિંહ વાઘેલાની કોર્ટમાં પુછપરછ કરાઈ હતી. જેમાં સરકારી વકીલે તેમના પર સવાલોનો મારો ચલાવ્યો હતો. જેમ કે તમે વિપુલ ચૌધરીને ઓળખો છો ? આ પ્રશ્નના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારથી એટલે કે 2013થી હું વિપુલ ચૌધરીને ઓળખું છું. વધુમાં વિપુલ ચૌધરીને  NDDBના ચેરમેન બનાવવા પત્ર લખ્યો હતો ? તેવા વકીલના સવાલને લઇને હા, 20 જુલાઈ 2013ના રોજ મેં પત્ર લખ્યો હતો. પત્ર મેં જ લખ્યો છે અને તેમાં સહી પણ મારી છે. તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વિપુલ ચૌધરી માટે શા માટે ભલામણ પત્ર લખ્યો હતો? ત્યારે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મેં સિસ્ટમના ભાગરૂપે પત્ર લખ્યો હતો ? અગાઉ પોલીસે આ બાબતે કોઈ નિવેદન માટે બોલાવ્યા હતા ? તેવા વકિલના સવાલના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ના, મને કોઈ પોલીસ અધિકારીએ આ બાબતે બોલાવ્યો નથી. પશુદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું તેની તમને કેવી રીતે જાણ થઈ ? તેમ વકીલે પ્રશ્ન કર્યો હતો ત્યારે શંકરસિંહ વાઘેલાએ જવાબ આપ્યો હતો કે મને છાપાના માધ્યમથી જાણ થઈ. એક પ્રથા છે, જ્યાં દુકાળ પડે ત્યાં મદદ કરવી. શંકરસિંહ વાઘેલાએ કોર્ટમાં કહ્યું કે 8 જુલાઈ 2020ના દિવસે ભલામણ પત્ર લખ્યાનું સ્વીકાર્યું હતું. શંકરસિંહએ કોર્ટમાં ભલામણ પત્રની નકલને પણ ઓળખી બતાવી હતી. તો અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિપુલ ચૌધરી તે સમયે ચેરમેન હતા અને યોગ્ય વ્યક્તિ લાગતા ભલામણ કરી હતી, જો કે નિમણૂંકનો અંતિમ નિર્ણય તો સત્તાધીશોએ લેવાનો હતો. શંકરસિંહ અને મોઢવાડિયાએ રાજકીય કિન્નાખોરી રાખીને હેરાન કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો.


શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સામે કેસ શું છે?


મહારાષ્ટ્રમાં વર્ષ- 2013માં  રૂ.22.50 કરોડના ખર્ચે સાગરદાણ મોકલવાનો દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સામે કેસ થયો હતો. આ કેસ સંદર્ભે સરકારી વકીલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવાની કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે તે માન્ય રાખી સમન્સ મોકલ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. જેમાં વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?