શું તમે પણ સ્ટુડન્ટ વિઝા પર Canada જવાનું વિચારી રહ્યા છો? જતા પહેલા વાંચીલો આ સમાચાર કારણ કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-24 17:02:18

વિદેશમાં જઈ ભણવાનો ક્રેઝ દિનપ્રતિદિન વધી ગયો છે. આપણામાંથી અનેક એવા હશે જેના પરિવારમાંથી કોઈને કોઈ સદસ્ય વિદેશમાં ભણવા ગયો હશે. જો વિદેશમાં ભણવા જવું છે અને તમને એક એવા દેશની શોધમાં હોય કે જ્યાં સરળતાથી બધુ મળી રહે તો લોકો અથવા ગુજરાતીઓ કેનેડાને સૌથી પહેલા પસંદ કરે છે. પછી બીજા દેશ બાજુ નજર કરતા હોય છે. પણ જો હવે કોઈને કેનેડામાં વિદ્યાર્થી વિઝા પર ભણવા જવું છે તો અઘરું પડી શકે છે. કારણ કે ત્યાં રહેવાની જગ્યાઓ હવે ઓછી પડવા લાગી છે. 


કેનેડા બન્યું વિદ્યાર્થીઓની પહેલી પસંદ 

કેનેડા સરકારના મંત્રીએ હમણા જબરદસ્ત જાહેરાત કરી દીધી છે જે બધા એવા લોકોને ચિંતામાં મૂકી દીધા છે જેને કેનેડામાં ભણવા કે કમાવવા માટે જવું છે. સીન ફ્રેઝરે કહ્યું હતું કે કેનેડામાં વધારે લોકો આવી રહ્યા છે એના કારણે હવે રહેવાની જગ્યાઓ ઓછી થઈ રહી છે, તો કેનેડાની સરકાર વિચારી રહી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા પર નિયંત્રણ મૂકવા વિચારી શકે છે. આંકડાઓ પર ધ્યાન કરીએ તો સત્તાવાર આંકડા મુજબ 2022માં કેનેડામાં સક્રિય વિઝાવાળા વિદ્યાર્થી 8 લાખથી વધુ છે. ઠીક દસ વર્ષ પહેલા વિઝાવાળા વિદ્યાર્થી પોણા ત્રણ લાખ હતા અને અત્યારે 8 લાખ થઈ ગયા છે અને સંખ્યા વધી જ રહી છે. આવું પણ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કેનેડામાં આસાનીથી નોકરી મળી જાય છે અને લોકોને રહેવું સહેલું છે. 


સ્ટુડન્ટ વિઝા પર મૂકાઈ શકે છે મર્યાદા!

ટૂંકમાં સીન ફ્રેઝરે કહ્યું છે કે એ સ્ટુડન્ટ વિઝા પર મર્યાદા મૂકાઈ શકે છે, મૂકાઈ જશે એવું નથી કહ્યું. આવું પણ તેમને એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કેનેડા એ પ્રકારે બનાવાયું છે કે હવે તેમાં વધારે લોકો સમાઈ શકે એમ જ નથી. કેનેડાની જસ્ટીન ટ્રુડો સરકાર પણ આ મુદ્દા પર કામ કરી રહી છે પણ પડકાર મોટો છે માટે તકલીફ પડી રહી છે. જો કે બીજી બાજુ ફ્રેઝરે સ્વયં સ્વીકાર કર્યો હતો કે નવા રહેવાસીઓને આવવા પર રોક લાવી દેવી એ પણ સમાધાન નથી તેના માટે અલગથી વિચાર કરવો પડશે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?