પહેલા લોકો એવું માનતા હતા કે હૃદય રોગનો હુમલો માત્ર મોટી ઉંમરના વડીલોને જ આવતા હોય છે. શરીર નબળું પડી જવાને કારણે તેમજ શારીરિક ક્રિયાઓ ઓછી થવાને કારણે હાર્ટ એટેક આવતા હોય છે. થોડા સમય પહેલા યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડે છે અને જ્યારે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યારે તેમને ડોક્ટર મૃતજાહેર કરી દેતા હોય છે. થોડા સમય પહેલા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ હાર્ટ એટેકનો શિકાર બની ગયા હતા. હજારો લોકોની સર્જરી કરનાર ડોક્ટરને પણ ખબર ન હતી તે હાર્ટ એટેકનો શિકાર બનશે. ત્યારે થોડા દિવસોથી વિદ્યાર્થીઓ તેમજ નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.
અનેક બાળકોને આવ્યો છે હાર્ટ એટેક
કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એકદમ ફિટ લાગતા લોકો ગમે ત્યારે ઢળી જાય છે અને મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત રમત રમતી વખતે આ હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં નાની ઉંમરના બે લોકોનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. દસમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરૂપૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો. સ્ટેજ પર હતો ત્યારે તે અચાનક ઢળી પડયો. જે મસ્તક જે હાથ ગુરૂના ચરણોમાં પડવાના હતા તે અચાનક બંધ પડી ગયા. વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ નારિયેળના બગીચામાં કામ કરતો યુવક હાર્ટ એટેકનો ભોગ બની ગયો હતો. તે પહેલા પણ શાળામાં ભણતી વિદ્યાર્થીની પણ હાર્ટ એટેકનો ભોગ બની હતી. સીડી ચઢી રહી હતી તે દરમિયાન તે પડી ગઈ અને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
સાંભળીએ ડોક્ટરે શું આપી માહિતી?
વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ જમાવટની ટીમે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમણે સમજાવ્યું કે આ કારણોને લઈ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જાણીએ કયા સાવચેતીના પગલા લેવા ડોક્ટરે સમજાવ્યું?