આપણે ત્યાં નાની બાળાઓને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે.. દેવી તરીકે તેમની પૂજા થાય છે.. પરંતુ આજકાલ દેવી સ્વરૂપા આ બાળાઓ દરિંદાઓને કારણે સંકટમાં છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી...નાની દીકરીઓની સુરક્ષા કોણ કરશે તે સવાલ આજે લોકોના મનમાં ઉઠી રહ્યો છે.. એક તરફ આપણે સ્ત્રીને દેવી સ્વરૂપ માનીએ છીએ પરંતુ બીજી બાજુ ફૂલ જેવી બાળકીઓને નરાધમો પીંખી રહ્યા છે... વડોદરાની વાત હોય કે પછી દાહોદની ચર્ચાઓ થવાની શાંત નથી થઈ ત્યાં વધુ એક રેપની ઘટના સુરતથી સામે આવી છે....
વડોદરા જેવી ઘટના સુરતમાં બની!
છેલ્લા થોડા દિવસોથી દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે... બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે....પીડિતા આણંદ વિદ્યાનગરમાં કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને મુળ સુરત જિલ્લાની રહેવાસી છે. હાલ તે કોલેજમાંથી પોતાના ઘરે પરત આવી હતી અને આ ઘટના બની છે.
રાત્રિના સમયે સગીરા તેના મિત્ર સાથે હતી ત્યારે.
સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં રાત્રિના સમયે એક સગીરા તેના મિત્ર સાથે ઊભી હતી. આ દરમિયાન 3 નરાધમોએ આવી તેના મિત્રને માર મારી ભગાડી નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક શખસે દુષ્કર્મ આચર્યું હતું. અન્ય બે શખસોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે. પોલીસ આ વિષય પર તપાસ કરી રહી છે પણ સવાલ ત્યાં જ છે
ગુજરાતના અનેક શહેરોથી સામે આવે છે આવા કિસ્સા!
સ્ત્રી એ શક્તિ છે અને આ જ શક્તિનાં અલગ-અલગ રૂપની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. આ પવિત્ર તહેવારમાં એક તરફ શક્તિનાં વિવિધ સ્વરૂપની પૂજા થઇ રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં નરાધમો સ્ત્રીઓને પીંખી રહ્યા છે એમના પર હેવાનિયત ગુજારી રહ્યા છે . અને સુરત તો જાણે ક્રાઇમ કેપિટલ બની ગયું છે સુરતમાં છેલ્લા 245 દિવસમાં એટલે કે 8 મહિનામાં પોકસોના કુલ 191 ગુના નોંધાયા છે, જેમાં દુષ્કર્મથી લઈને શારીરિક છેડતી સહિતના ગુના સામેલ છે. 8 મહિનાની અંદર નાની બાળકીઓ સાથે દુષ્કર્મની જે ઘટના બની છે એ સાંભળીને તમારા પણ રુવાંટાં ઊભાં થઈ જશે.
શર્મથી માથું નમી જાય છે જ્યારે....
જ્યારે દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે ત્યારે શર્મથી માથું નીચે થઈ જાય છે અને સવાલ થાય કે શું આ એ જ રાજ્ય છે જેને મહિલાઓ માટે એકદમ સુરક્ષિત માનવામાં આવતું? મોડી રાત્રે કોઈ ટેન્શન વગર સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શકતી હતી...એક તરફ આપણે નારીને શક્તિ સ્વરૂપા કહીએ છીએ પરંતુ બીજી તરફ આવી ઘટનાઓથી માનવજાત શર્મસાર થાય છે...