રામજન્મ ભૂમિના પુરાતત્વ પુરાવા શોધનાર આર્કિયોલોજીસ્ટનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:04:32

પ્રો.બી.બી લાલના નામથી જાણીતા પુરાતત્વ વિભાગના પૂર્વ ડિરેક્ટર બ્રજવાસી લાલનું શનિવારે નિધન થયું છે. રામ મંદિરના પુરાવા શોધનાર બ્રજવાસીજીએ 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી આપી છે.

 


પ્રાચીન પુરાવા શોધવા લેતા મહાભારત અને રામાયણનો આશરો  

ભારતના સૌથી વરિષ્ઠ આર્કિયોલોજીસ્ટ મનાતા બી.બી.લાલએ રામમંદિર નિર્માણ માટેના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. તેમજ તેઓ પ્રાચીન પુરાવા શોધવા મહાકાવ્ય મહાભારત તેમજ રામાયણનો આશરો લેતા. તેમાં ઉલ્લેક ધરાવતા સ્થળો પર ખોદકામ કરી અનેક પુરાવા તેમજ ઐતિહાસિક વસ્તુ શોધતા. 

રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્ય માટે કરાશે યાદ

સૌથી મોટો મુદ્દો બનેલા રામજન્મ ભૂમિ માટે કરેલા કાર્યથી તેઓ હમેશાં યાદ રહેશે. તેમણે રામમંદિરના પુરાતત્વીય પુરાવા શોધી કાઢ્યા હતા. ઢાંચાની નીચે મંદિર હોવાનું તેમણે પ્રમાણિત કર્યું હતું. તેઓ હાઈકોર્ટમાં સાક્ષી પણ બન્યા હતા. 

વડાપ્રધાનને આપી શ્રદ્ધાંજલી  

2000ના વર્ષમાં તેમને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આવા વિખ્યાત આર્કિયોલોજીસ્ટને વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપી છે. તેમને ટ્વિટ કરી કહ્યું સાંસ્કૃતિક અને પુરાતત્વ ક્ષેશ્રમાં તેમનું અતુલનિય યોગદાન છે. વડાપ્રધાને બ્રજવાસીજી સાથેનો ફોટો શેર કર્યો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?