અર્બુદા સેના vs ઋષિકેશ પટેલ, કોનું પલ્લું રહેશે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-11 18:35:30

ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.ત્યારે મહેસાણાની વિસનગર બેઠક ઉપર હાલ ગરમા ગરમી જોવા મળી રહી છે.વિસનગર બેઠકના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલે અગાઉ પોતાનો વિસ્તાર બદલીને ઊંઝા બેઠક ઉપરથી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હાઇકમાંડે તે મંજૂર ન કરી વિસનગરથી ટિકિટ આપવામાં આવી છે. વિપુલ ચૌધરી ધરપકડ પ્રકરણમાં ઋષિકેશ પટેલની મહત્વની ભૂમિકા હતી તેવા આક્ષેપો અર્બુદા સેના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને વિસનગર તાલુકાના આંજણા ચૌધરી સમાજના ગામોમાં ભાજપ વિરોધી બેનર પણ લાગ્યા હતા. હવે મામલો ગરમાયો છે અને ઋષિકેશ પટેલને હરાવવા અર્બુદા સેના એડી ચોટીનું જોર લગાવી રહી છે. 


વિપુલ ચૌધરી જેલમાં છે 

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ આંજણા ચૌધરી સમાજના કદાવર નેતા વિપુલ ચૌધરીની કથિત 750 કરોડના કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વિપુલ ચૌધરી સાબરમતી જેલમાં છે. અને તેના કારણે આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સૂત્રોનું માનીએ તો આ વખતની ચુંટણી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી લડી શકે છે હાલની પરિસ્થતિમાં વિપુલ ચૌધરી જેલમાં છે ત્યારે વિપુલ ચૌધરીને જામીન નહીં મળે તો વિપુલ ચૌધરી જેલમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવી શકે છે 


અર્બુદા સેનાથી ઋષિકેશ પટેલને શું નુકશાન ?

અર્બુદા સેના દ્વારા ભાજપને ધોળા દિવસે તારા બતાવવાની ચીમકી આપવામાં આવી હતી. વિસનગર તાલુકામાં આંજણા ચૌધરી સમાજના અંદાજે 30થી 35 હજાર મતદારો છે અને જો આ મતદારો ભાજપની વિરુધ્ધમાં જાય તો ઋષિકેશ પટેલને લીલાતોરણે ઘેર આવવું પડી શકે છે. ઋષિકેશ પટેલને પણ વિસનગર બેઠક ઉપરથી પોતે હારી રહ્યા છે તેનો અણસાર આવતા તેમણે ઊંઝા બેઠક પરથી દાવેદારી કરી હતી. પણ હાઇકમાંડે તે માન્ય રાખી નથી. હવે ઋષિકેશ પટેલને વિસનગરથી જ ચુંટણી લડવાની છે હવે આ બેઠકનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે અને મતદારો માટે આ બેઠક રસપ્રદ દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, વિસનગરમાં વિપુલ કોના વિરુધ્ધમાં જશે ?




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...