લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવશે ટૂંક સમયમાં. ચૂંટણીના સમયે રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત વિવાદ ઉભો કરી દેતો હોય છે. ત્યારે પાટીદાર સમાજને લઈ પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે અને અનેક પાટીદારોમાં તેમના નિવેદનને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે. મહેસાણા અર્બુદા ભવન ખાતે વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું હતું.
પાટીદાર સમાજને લઈ વિપુલ ચૌધરીએ આપ્યું હતું નિવેદન!
અર્બુદા સંગઠનની બેઠક મળી હતી જેમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ પાટીદાર સમાજના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજની સંસ્થાઓમાં સેવાઓનો પ્રભાવ ઓછો થઈ ગયો છે ઉપરાંત પાટીદાર સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વેપારી કરણ અને રૂપિયાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ નિવેદન બાદ પાટિદાર સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.