ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ વરસાદે લાંબા સમય સુધી વિરામ લીધો હતો અને છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે બાયડની નિચાણ વાળી સોસાયટીઓમાં પાણી ભરાતા ફસાયેલા રહીશોને એનડીઆરાએફ દ્વારા રેસ્ક્યુ કરાયું
અરવલ્લી જિલ્લા માં ખબકેલ વરસાદ માં સૌથી વધુ વરસાદ બાયડ તાલુકા માં ખાબક્યો હતો બાયડ શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં પણ ધોધમાર વરસાદ ના કારણે બાયડ નું રામ નું તળાવ,ગામ નું તળાવ ઓવરફ્લો થયું જેના કારણે એ તમામ પાણી નિચાણ વાળા વિસ્તારો માં આવે છે જેના કારણે શ્રીનાથ સોસાયટી, લાખેશ્વરી વિસ્તાર માં રહીશો ના ઘરો માં પાણી ઘૂસી ગયા હતા ઘરમાં રહેલા પરિવારજનો પણ ફસાયા હતા જેથી એનડીઆરએફ અને મોડાસા ફાયર ની મદદ લેવાઈ હતી અને રેસ્ક્યુ કરી નાના બાળકો,ગર્ભવતી મહિલા,વૃદ્ધો ને બચાવાયા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી 200 કરતા વધારે લોકો નું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ અનેક લોકો ઘરમાં ફસાયેલા છે ત્યારે હાલ પણ રેસ્ક્યુ ચાલુ રખાયું છે