અરવલ્લીના ટ્રકમાં ભીષણ આગ લાગી, ત્રણ લોકો સહિત 150 પશુઓના મોત


  • Published By :
  • Published Date : 2023-10-09 12:35:28

અરવલ્લી મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ લોકો ભડથું થઈ ગયા ઘેટાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી આ આગનું પ્રવાહ એટલો વિકરાળ હતો કે જેના કારણે ત્રણ લોકો સહિત 150 થી વધુ ઘેટા બકરા બળીને ખાખ થઈ ગયા હતા 

મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા.  


એક બાળક સહિત ત્રણના મોત

આ બનાવ અંગેની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર એક બાળક અને બે પુરુષોના મોત નિપજ્યાં છે. જ્યારે 150થી વધારે ઘેટાં-બકરાના પણ મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...